________________
તમે મને તમારા પૂર્વ સાત જન્મને વૃત્તાંત કહો. વિકમાએ કહ્યું, “જેથી મને સમજણ પડે.”
વિક્રમાની મધુર વાણી સાંભળી સુકેમલાએ પિતાના સાત ની વાત કહેતાં કહ્યું, “હે વિકમે! હું મારા સાત ભવની વાત કહું છું, તે તું સાંભળ.
આ ભવથી સાતમા ભવમાં લક્ષ્મીપુર નામના નગરમાં ધન નામના શ્રેષ્ઠીની હું શ્રીમતી નામની પત્ની હતી. તેને સુસવપ્નથી એક પુત્ર થયે, ઉત્સવ કરી તેનું નામ કર્મણ પાડ્યું. એ ધન શ્રેષ્ટીએ વેપારાદિથી સારું એવું ધન ભેગું કર્યું હતું, પણ તે ઘણો કંજૂસ હતો. તે ધર્મ-પુણ્ય અને પિતાને માટે એક પૈસો પણ ખર્ચતું ન હતું. કયારે પણ સારું ખાવું નહિ, સારાં વસ્ત્ર પહેરવાં કે બીજાને પણ પહેરવા દેવાં નહિ.
કૃપણ માટે કહેવાય છે, કૃપણ અને કૃપાણમાં માત્ર એક કાનાને જ ફેર છે. પણ ગુણમાં બંને એક સરખાં છે. જેમ તલવાર મ્યાનમાં રહે છે તેમ કૃપણનું મન પૈસામાં જ ચોંટેલું રહે છે તેનાથી દાન થતું નથી.
એક દવસે મેં શ્રીમતીએ ધનને કહ્યું, “હે સ્વામીન ! તમારે લક્ષ્મીને ધર્મમાં, ગરીબ માટે, અને તીર્થોદ્ધારમાં વાપરવી જોઈએ. આ લક્ષ્મી વાપરવાથી ઘટતી નથી, કૂવા માંથી પાણી કાઢવાથી પાણી ઓછું થતું નથી; ઝાડ-છોડ ઉપરથી ફૂલ ચૂંટવાથી ફરીથી આવે છે. તેમ ધન વાપરવાથી