________________
ડી વારમાં પાછી આવેલી જોઈ વિક્રમ-વિક્રમા બોલી, આટલા જલદી પાછા કેમ આવ્યાં ?”
રાજપુત્રી સુકમલા તમે આવ્યા છે તે સાંભળી અતિ આનંદિત થઈ અને તેમને ત્યાં આવવા આમંત્રણ આપવા મને મેલી છે, તમારું નૃત્ય જોવા-સંગીત સાંભળવા તે આતુર થઈ છે.”
અમે બે નૃત્ય કરીશું.” કામકેલી અને મદના બેલી, “પણ ત્યાં સંગીત કેણ ગાશે ?”
હું મધુર સ્વરે ગાઈશ,” વિક્રમ બોલી, “ભટ્ટત્રા વસંતાદિથી રાજકન્યાને ખુશ કરશે. અને અગ્નિવૈતાલા સારી રીતે વીણા વગાડશે.”
આ પ્રમાણે રહી જવાની બધાં તૈયારી કરવા લાગ્યાં. દિવ્ય વસ્ત્રાભૂષણ ધારણ કરી-દેવાંગનાઓ જેવી દેખાતી એ રૂપશ્રી સાથે એ પાંચે રાજમહેલમાં આવી.
પાંચે નર્તકીઓમાં વિક્રમાને જોતાં રાજકન્યાને વિચાર આવ્યું, “આ નર્તકી કઈ પાતાળ-નાગકન્યા કે કિન્નરી જેવી લાગે છે. કેમ જાણે દેવાંગના પૃથ્વી પર ઊતરી આવી ન હોય!” વિચાર કરતાં તેના મનમાં બોલી, “જેની સમક્ષ આ નર્તકીઓ નૃત્ય અને સંગીત રજૂ કરતી હશે તે મહારાજ કેવા અદ્દભુત હશે ? ”
સંગીત નૃત્ય કરવા માંડયું, ત્યારે વિકમાં, ભમાત્રા