________________
પ્રકરણ અગિયારમું .. .. ... સુકોમલાને પૂર્વભવ
રૂપશ્રીની રાહ જોતી રાજકન્યા તે હજી કેમ ન આવી, તેને વિચાર કરતા કેટલાય સંકલ્પવિકલ્પ કરતી આકુળવ્યાકુળ થઈ મહેલમાં આમથી તેમ આંટા મારવા લાગી. તે એકાગ્ર દૃષ્ટિએ રૂપશ્રીના આવવાના રસ્તાને જોઈ રહી. એટ. લામાં રૂપશ્રી ઉતાવળી ઉતાવળી આવી નમન કરી ઊભી રહી. પછી નાચ-ગાન કરવા તૈયાર થઈ, ત્યાં તે રાજકુમારીએ પૂછયું, “આજ આટલું મોડું કેમ થયું ?”
રૂપશ્રી મેડું થવાનું કારણ આપતાં બોલી, “અવંતીપતિ વિક્રમાદિત્યના દરબારમાં નૃત્ય-ગાન કરનારી કુશળ નતિકાએ મારે ત્યાં આવી છે. તેમને સત્કાર કરવામાં મેડું થયું છે, તે તે અપરાધની હું ક્ષમા માગું છું.”
રૂપશ્રીના શબ્દો સાંભળી રાજકુમારીને તે નતિકાએનું નૃત્ય તેમજ સંગીત સાંભળવાની ઈચ્છા થઈ. તેણે રૂપશ્રીને કહ્યું, “તું એ આવેલી નર્તિકાઓને ઉતાવળે જઈ બેલાવી લાવ.”
જેવી આશા.” કહી રૂપશ્રી પિતાને ત્યાં ગઈ રૂપશ્રીને