________________
૪૦
આવેલ ઉદ્યાન પાસે આવ્યાં, ત્યારે ઉદ્યાનરક્ષિકા–મારી દેવીએ ત્રણવાર મેટેથી બૂમ પાડી.
એ બૂમે સાંભળી મહારાજે ભમાત્રને બૂમ પાડવાનું કારણ પૂછયું, ત્યારે ભમાત્રે કહ્યું, “નરષિણી રાજકન્યા હમણાં આવશે અને મારી નાખશે.” આ સાંભળી વેશ્યાએને મહારાજે પૂછયું, “આપણું રક્ષણ કેવી રીતે કરીશું ?”
સ્ત્રીવેશ ધારણ કરી અમારી બહેનને ત્યાં પહોંચી જઈએ તે આપણું રક્ષણ થઈ શકે.” વેશ્યાઓએ કહ્યું, એટલે દેવે આપેલી ગોળીથી પિતે, ભટ્ટમાત્ર અને અગ્નિતાલે સ્ત્રીરૂપ ધારણ કર્યું. અને પાંચે જણાં રૂપશ્રીને ત્યાં પહોંચી ગયાં.
રૂપશ્રીએ લાંબા સમયે આવેલ બહેનેને જોઈ હર્ષપ્રેમથી તેમનું સ્વાગત કર્યું અને સમાચાર પૂછ્યા.
રૂપશ્રીએ પાંચ જણાની સુશ્રુષા કરવામાં પાછું જોયું નહિ. તે રાજકન્યા સુકમલા પાસે જવાને સમય થઈ ગયે હતે; છતાં તેણે આતિથ્ય સત્કારને મહત્વ આપ્યું, પછી વસ્ત્રાભૂષણ ધારણ કરી રૂપશ્રીએ પાંચ જણની સેવા કરવા દાસીઓને કહ્યું, ત્યારે મહારાજે કહ્યું, “કદાચ રાજકુમારી મિડા થવાનું કારણ પૂછે તે કહેજે, અવંતીથી પાંચ નર્તકીઓ મારે ત્યાં આવી છે. તે ગાવા બજાવામાં નિષ્ણાત છે. તેમને સત્કાર કરતાં મોડું થયું.”