________________
ગમે તે હોય, હું તેના વગર જીવી શકું તેમ નથી. તે તેને મેળવવા તમે ઉચિત કરે ”
મહારાજ !” ભદ્દમાત્રે કહ્યું, “તેને મેળવવા આપણ નગરીમાં રહેતી મદના અને કામકેલી વેશ્યાની સહાય લેવી જોઈશે, તે વેશ્યાઓ ઘણી ચતુર છે. તે પહેલાં પ્રતિષ્ઠાનપુરમાં રહેતી હતી. તેમની બહેન હજી પણ પ્રતિષ્ઠાનપુરમાં રહે છે. આપણે તે વેશ્યાઓની સહાયથી ત્યાં રહેતી તેમની બહેનને મળીએ તે આપણું કામ થાય તેમ હું માનું છું આ સિવાય બીજો કોઈ ઉપાય મને સૂઝતું નથી.”
ભમાત્રના શબ્દથી મહારાજાએ તે બે વેશ્યાઓને બોલાવીને પૂછ્યું, “પ્રતિષ્ઠાનપુરમાં તમારું કેણ સમું છે?
ત્યાં રૂપના ભંડાર જેવી રૂપશ્રી નામની અમારી બહેન રહે છે. તે રોજ રાજકન્યા સુકમલા પાસે નૃત્ય અને ગાયન માટે જાય છે.”
મારો વિચાર ત્યાં જવાનું છે. તમે મારી સાથે આવશે?” મહારાજે પૂછ્યું.
જરૂરી બને વેશ્યાઓએ કહ્યું. તે પછી મહારાજે અગ્નિતાલને યાદ કર્યો એટલે તે આવ્યા. મહારાજાએ પિતાના બુદ્ધિસાગર મંત્રીને રાજ સંપ્યું અને પછી પાંચે જણઃ ભટ્ટમાત્ર, વૈતાલ ને વેશ્યાઓ તેમજ પિતાના માટે પાંચ ઘડા મંગાવ્યા. પાંચે જણ ઘોડેસવાર થઈ પર્વત, જંગલ, નગરો વટાવતાં, વિવિધ દ જતાં, પ્રવાસને અનુભવ કરતાં પ્રતિષ્ઠાનપુરમાં