________________
૩૮
હે દેવ !” મહારાજ બોલ્યા, “મારે કાંઇ જ જોઈતું નથી, વળી મને જે કાંઈ જોઈએ છે, તે મારા રાજમાંથી મને મળી રહે છે.”
રાજાના આવા શબ્દો સાંભળી દેવ પ્રસન્ન થઈ સ્વરૂપ બદલી શકાય તેવી ગોળીઓ આપીને અદશ્ય થઈ ગયે.
દેવમુખે રાજકન્યા સુકેમલાનાં સ્વરૂપનું વર્ણન સાંભળી મહારાજાને તેનું આકર્ષણ થયું. તેને મેળવવા મનમાં વિચાર કરવા લાગ્યા, પણ શરમથી કેઈની આગળ તે વિચાર જણાવી શક્યા નહિ. - જ્યાં સુધી મનમાં ધારેલી વાત પૂરી થતી નથી, ત્યાં સુધી માણસનું મુખ ઉદાસ રહે છે, તે માનવસ્વભાવ છે, તે સ્વભાવ મહારાજામાં પણ હતે. ઉદાસ મુખવાળા મહારાજાને જોઈ ભટ્ટમાત્ર એક દિવસે પૂછયું : “હે રાજન! તમારા મનમાં કઈ ચિંતા પેદા થઈ છે? જેથી તમારું મેટું ઉદાસ દેખાય છે?”
“હે અમાત્ય !” મહારાજા બોલ્યા, “દેવે વર્ણવેલી સુકોમલાને મેળવવા વિચારું છું. તેના વિના હું જીવી શકું તેમ નથી.”
મહારાજાના શબ્દો સાંભળી ભટ્ટમાત્ર બે, “મહારાજ! એ નરષિણી રાજકન્યાને મેળવવા વિચાર કરે એટલે સૂતેલા સાપને જગાડવા જેવું છે. તેથી તેને મેળવવા પ્રયત્ન કરે તે મારી દૃષ્ટિએ ઉચિત નથી.”