________________
બોજો સગ . .
પ્રકરણ દશમું .
. નરષિણી
એક દિવસ મહારાજા વિક્રમ દેવ, ગુરુનું સ્મરણ કરી નિત્યકૃત્યથી પરવારી રાજસભામાં આવ્યા, સભાની મધ્યમાં આવેલ સુંદર સિંહાસન પર બિરાજ્યા. રાજ્યસભા રાજકર્મ. ચારીઓ, શ્રેષ્ઠીઓથી શોભી રહી હતી. ન્યાયકાર્ય ચાલી રહ્યું હતું. રાજસંબંધી ચર્ચા થઈ રહી હતી, તેવામાં માણસના કદને તેજસ્વી આયને લઈ એક માણસ આબે અને તે આયને મહારાજના આખા શરીરનું પ્રતિબિંબ તેમાં જણાય તેમ મૂકો. એ આયનામાં મહારાજ પિતાનું સુંદર પ્રતિબિંબ જોઈ આશ્ચર્ય પામ્યા ત્યારે નાવીએ કહ્યું, “મહારાજ! તમે આયનામાં તમારું સુંદર સ્વરૂપ જોઈ મનમાં જે વિચાર કર્યો, તે તમારા બુદ્ધિશાળી મંત્રીઓ કહે, અથવા હું અજ્ઞાની તમારે વિચાર કહું.” | મહારાજાએ મંત્રીઓને કહ્યું, ત્યારે તેમણે વિચાર્યું, “આ નવી બોલવામાં હોશિયાર છે.” આમ મંત્રીઓએ અરસપરસ ચર્ચા કરી વિક્રમાદિત્યને કહ્યું, “મહારાજ !