________________
૩૪
કથાએ
દ્વિવસે તે
પથ્થરમાં, મણિ અથવા માટીમાં, મેક્ષ અથવા સંસારમાં હું સમાન બુદ્ધિવાળે ક્યારે થઇશ, તે હું મારા મનમાં વિચારી રહ્યો છું.” આ પ્રમાણે કહી રાજર્ષિ ત્યાંથી ચાલ્યા ગયા. તે પછી અવંતી છોડી લેકેને ધર્મોપદેશ આપવા અન્યત્ર ગયા.
ભર્તુહરિ પિતાના ભાઈની સ્ત્રીના શબ્દ વિચારતા અત્યંતરેન્દ્રિયને વશ કરવા જંગલમાં દૂર વસવા લાગ્યા. તેમજ આત્મ-સાધનામાં વધુ તત્પર રહેવા લાગ્યા. - આ રાજર્ષિ ભર્તુહરિ માટે કેટલીય પુરી જુદી દંતકથાઓ પ્રચલિત છે.
એક દિવસે તે કઈ ગામના જળાશય પાસે ઝાડ નીચે પથ્થરનું ઓશીકું કરી સૂતા હતા, ત્યારે નગરની પાણી ભરવા આવેલી ચાર સ્ત્રીઓ અંદરોઅંદર વાત કરતાં કહી રહી હતી કે, “જોયું ને, આમણે અવંતીનું રાજ્ય તૃણ જેવું સમજી છોડ્યું, પણ એશીકાને મેહ જ નથી.”
ભર્તુહરિએ આ સાંભળ્યું ને માથા નીચે રાખેલા પથ્થરને દૂર કર્યો. એ સ્ત્રીઓ જ્યારે પાણી ભરી પાછી જતી હતી, ત્યારે એકે કહ્યું, “જોયું ને, આપણી વાત એગીને ન ગમી. પથ્થરનું ઓશીકું દૂર કરી દીધું. સાધુ થવા છતાં રાગદ્વેષ ન ગયે !”
આ સાંભળી ભર્તુહરિ વિચારવા લાગ્યા અને બોલ્યા, દેરંગી દુનિયાને જીતવી મુશ્કેલ છે.”
પ્રથમ સર્ગ સંપૂર્ણ
સૂતા હતા;