________________
૩૩
આ સાંભળી ભર્તુહરિએ કહ્યું, “સાધુઓ માટે એક સ્થાને રહેવું ઉચિત નથી.”
તે તમે નગર બહાર રહેવા કુપા કરે, અને અહીંથી આહાર લઈ જજે.”
રાજન !” વિક્રમાદિત્યના શબ્દો સાંભળી ભર્તુહરિ બેલ્યા, “સાધુમહાત્માઓ માટે એક સ્થાનેથી આહાર લેવે ઉચિત નથી, એક ઘેરથી આહાર લેવાથી અનેક દોષ લાગે છે.”
ઋષિરાજ !” વિક્રમાદિત્ય વધુ આગ્રહ કરતા કહેવા લાગ્યા, “રોજ એક વખત અહીંથી દેષરહિત આહાર જરૂર લેજો.”
વિક્રમાદિત્યને આગ્રહ ભર્તુહરિએ માન્ય રાખે, પછી વિક્રમાદિત્ય ભર્તુહરિ સાથે મહેલમાં આવ્યા અને રાણી વગેરેને પૂર્વવૃત્તાંત કહેતાં કહ્યું, “આ ઋષિવરને તમારે નિત્ય નિર્દોષ આહાર આપ.”
ને ભર્તુહરિ રાજમહેલમાંથી રજ નિર્દોષ આહાર લઈ જતા.
એક દિવસે ભર્તુહરિ આહાર માટે રાજમહેલમાં આવ્યા ત્યારે મહારાણીને સ્નાન કરવા જવા તૈયાર થયેલી જોઈ તે પાછા ફર્યા, એટલે મહારાણી સ્નાનગૃહથી બહાર આવી કષિ પાછળ જઈ કહેવા લાગી, “હે ભગવન! તમે બાહેન્દ્રિય સમુદાયને જીતેલ છે. પણ અત્યંતર ઈન્દ્રિયોને જીતી શક્યા નથી. તેમ તમારાં આ વર્તનથી જણાય છે.”
મહારાણીના શબ્દો સાંભળી ભર્તુહરિ બેલ્યા, “શત્રુ અથવા મિત્રમાં, તૃણ અથવા સ્ત્રી સમૂહમાં, સુવર્ણ અથવા