________________
૩ર
થયા, તેથી વિષ્ણુને જેમ લક્ષ્મી પ્રિય છે તેમ તે કમળા પ્રિય-પ્રેમપાત્ર થઈ
મહારાજા વિક્રમાદિત્યે બીજી અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા, પણ હૃદયેશ્વરી તે કમળા જ રહી.
આનંદમાં દિવસે પસાર કરતા વિક્રમાદિત્ય એક દિવસ આરામ-ભવનમાં બેઠા હતા. ત્યારે એકાએક પિતાના ભાઈ ભર્તુહરિની યાદ આવી ને દુઃખી થયા. તેમણે મત્રી, રાજકર્મચારીઓને પોતાના ભાઈને અવન્તીમાં લાવવા કહ્યું. ને મંત્રીગણે તે ઈચ્છાને અમલ કર્યો. ભર્તુહરિને અવંતીમાં લાવવામાં આવ્યા.
, ભર્તુહરિને જોતાં વિક્રમાદિત્ય તેમના પગમાં પડ્યા. કે પછી તેમના શરીર પર દષ્ટિ કરતા વિચાર કરવા લાગ્યા,
અરેખર તપ કઠિન છે, ધક્ય છે, જેમણે આત્મકલ્યાણ માટે વનમાં જઈ પરમાત્મામાં મન પરોવ્યું. વિચાર કરતા મહરાજે ભર્તુહરિને કહ્યું, “હે ભગવન્! મારા પર કૃપા કરી આ રાજને સ્વીકાર કરે
રાજન !” ભર્તુહરિ બેલ્યા, “ગન્ધન કુળના સર્ષ જેવા ઉત્તમ પુરુષે રાજ–ભવિગેરેને ત્યાગ કર્યા પછી ફરીથી તેને ગ્રહણ કરતા નથી ?
ઠીક” વિક્રમાદિત્યે કહ્યું, “તમે રાજ ને સ્વીકારે તે ભાઈ, તમે રાજમહેલમાં રહેલા તમારાં દર્શનથી અમે
પવિત્ર. થઈશું”