________________
પ્રકરણ નવમું
... ... લગ્ન અને ભર્તુહરિનો મેળાપ
- ધન, ધાન્યથી પરિપૂર્ણ લક્ષમીપુર નામનું નગર હતું, એ નગરમાં રહેનારા બધા જ સુખી હતા.
એ નગર અને રાજમહેલની શોભા અવર્ણનીય હતી. એ નગરી પર રાજા બૈરીસિંહનું આધિપત્ય હતું, તે પ્રજાનું પિતાના સંતાનની જેમ પાલન કરતા. ન્યાયનીતિથી રાજ ચલાવતા. તેમની રાણું પણ ગુણવાન, સુશીલ, પતિને અનુસરનારી હતી. તેમને ત્યાં કેટલાંય ગુણના ભંડાર પુત્રો પછી એક પુત્રીને જન્મ થયે.
પુત્રીને જન્મ થતાં બૈરીસિંહે જન્મમહોત્સવ ઉજવે ને તેનું નામ કમળા રાખ્યું.
બીજના ચંદ્રની જેમ કમળા દિનપ્રતિદિન વયે વધવા લાગી. વર્ષો જતાં તે યુવાવસ્થામાં આવી, રૂપ, ગુણ અને ૌંદર્યમાં તે લક્ષ્મી જેવી થઈ. - એ કમળાને વૈરીસિંહ વિક્રમાદિત્ય સાથે પરણાવી, મહારાજા વિક્રમાદિત્ય પણ કમળાના રૂપ-ગુણથી સંતુષ્ટ