________________
૩૦.
કાવ્યવિનોદ કરતા આનંદમાં સમય પસાર કરતા હતા, તેવામાં તેમની માતાનું રેગથી મૃત્યુ થયું.
'માતાના મૃત્યુથી વિક્રમાદિત્ય શેકગ્રસ્ત થયા, ત્યારે મંત્રી વિગેરે મહારાજાને સમજાવતા કહેવા લાગ્યા, “મહા રાજા! મૃત્યુ કેઈને છોડતું નથી. રાજા રાવણ જેવા પણ આયુષ્ય પૂરું થતાં મૃત્યુ પામ્યા આ પરિવર્તન પામતા સંસારમાં માનવ જન્મે છે, મરે છે, જ્યાં સુધી આ માનવની મેક્ષ ગતિ થતી નથી ત્યાં સુધી આ જન્મ-મરણની ઘટમાળ ચાલ્યા જ કરવાની. માટે શોક છોડે. આ ક્ષણિક સંસારમાં તીર્થકર, ગણધર, દેવતાદિ અને ચક્રવર્તિ રાજાએ કાળના મુખમાં જઈ પડયા છે. તે માણસ માટે તે શું કહેવું?”
મંત્રી વગેરેના આ શબ્દોથી મહારાજ વિક્રમાદિત્યે આશ્વાસન લીધું ને શેક છેડી રાજ્યવ્યવહાર ચલાવવા લાગ્યા.