________________
૨૭
આયુષ્ય સે વર્ષનું પૂરું છે, તું તેમાં વધારે કે ઘટાડે કરી શકે તેમ નથી. છતાં તારામાં ઘટાડે–વધારે કરવાની શક્તિ હોય તે આવી જા, આપણે યુદ્ધ કરીએ. મારી આ તલવાર વર્ષોથી તરસી છે. જે તારામાં યુદ્ધ કરવાની શક્તિ ન હોય તે ગર્વ છેડી મારી ચરણસેવા કરવા તૈયાર થા.”
રાજાના વચને અગ્નિવૈતાલ યુધ્ધ કરવા તૈયાર થયો. તલવાર સાથે તલવાર અથડાવા લાગી. અગ્નિશૈતાલ રાજાનું અપૂર્વ સામર્થ્ય જોઈ બે, “હે રાજન ! તારા પર પ્રસન્ન છું જે ઈચ્છામાં આવે તે માગ.”
દિવસે વીજળીનું ચમકવું, રાતના મેઘગર્જના અને સ્ત્રી તથા અબૂધ બાળકનાં આકસ્મિક વચનને દેવતાઓનું દર્શન ક્યારે પણ વૃથા જતું નથી.
“હે દેવ !” રાજા બોલ્યા, “જે તમે મારા પર પ્રસન્ન થયા હો તે હું તમારું જ્યારે સ્મરણ કરું ત્યારે તમારે મારી પાસે અશ્વવું, હું જે કામ બતાવું તે કરવું અને મારા પર પિતા જે પ્રેમ રાખવે.”
“હે રાજન!” પ્રસન્ન થયેલે અગ્નિશૈતાલ બોલે, મારી સહાયથી નિર્ભય રીતે રાજ્ય કરે.”
રાજાએ અગ્નિશૈતાલના શબ્દો સાંભળી ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. અગ્નિશૈતાલ પણ આનંદ પામી પિતાના સ્થાને ગયે. રાજા સૂઈ ગયા. પ્રભાતે મંત્રીવર્ગને રાતે બનેલે બનાવ કો.