________________
| મધ્યરાત્રી થતાં અગ્નિ વૈતાલ હાથમાં તલવાર લઈ જ્યાં વિક્રમ સૂતા હતા ત્યાં આવે ત્યારે વિકમે નિર્ભયતાથી તેને કહ્યું, “હે અસુર! પહેલા તારા માટે રાખેલા આ બલિનું તું ભક્ષણ કર અને પછી મારી સાથે લડવા તૈયાર થા.”
અગ્નિવૈતાલે વિક્રમ બતાવેલ બલિનું ભક્ષણ કર્યું પછી વિક્રમના બેલાયેલા નિર્ભયતાના શબ્દો પર વિચાર કરી બોલ્યા, “આ માનવ ઘણે નિર્ભય અને પરાક્રમી લાગે છે. પરાક્રમી ઉત્તમ પુરુષ શરૂ કરેલા કાર્યને પૂર્ણ કર્યા વિના રહેતું નથી; આવા પુરુષને જોઈ દેવે પણ વિચાર કરતા,
થાય છે.
આવા ન્યાયનિપૂણ દીર્ધદષ્ટિવાળ માનવ પોતાની પાસે લક્ષ્મી રહે કે જાય તેની પરવા કરતું નથી. આ માણસ ભયંકર સંકટને સામને પિતે એકલે જ કરે છે. તેની પાસે શસ્ત્ર છે કે નહિ તેને પણ વિચાર કરતા નથી.”
આમ વિચારી અગ્નિતાલ બોલ્યો, “હું તારા પર પ્રસન્ન છું તું ન્યાયનીતિથી રાજ્ય કરજે, પ્રજાનું પાલન કરજે અને મારે માટે બલિની સામગ્રી હંમેશાં રાખજે.”
જરૂર” વિક્રમે કહ્યું. ને અગ્નિવૈતાલ અદશ્ય થઈ ચે,