________________
etv K
૨૨
વિક્રમને ધામધૂમથી નગરપ્રવેશ
સભાની મધ્યમાં પેાતાને ચગ્ય સ્થાન લીધું. રત્નજડિત સિંહાસન પર વિક્રમે સ્થાન લીધું, પછી તેમને વિધિપૂર્વક રાજ્યતિલક કરવામાં આવ્યું.
અવતીની પ્રજાએ વિધાન-પ્રભાવશાળી અવધૂત-વિક્રમને પેાતાના રક્ષક સમજી તેમના માટે હૃદયમાં શ્રદ્ધા ઊપજી અને માન્યું, “ આ અવધૂત ન્યાયનીતિથી રાજ કરશે અને એ દુષ્ટ અસુરના નાશ કરશે.”
પ્રજાએ એ દિવસ નદમાં ગાળ્યું.
રાતના વિક્રમે મહેલમાં જ્યાં ત્યાં મેવા, મીઠાઈ, પક વાનનાં થાળા મૂકાવ્યા. સુગધવાળાં ફૂલો બધે પાથર્યાં. દીપમાળાથી રાજભવનને દીપાવ્યેા. તે પછી રાજકમ ચારીએ, મંત્રીએ એ સાધુ વિક્રમને તેમના ભાગ્ય પર છેડી ત્યાંથી ગયા.
જ
વિક્રમે સૈનિકોને રાજમાર્ગ તેમ જ રાજમહેલની સુરક્ષા કરવા આજ્ઞા આપી, પાતે શયનાગારમાં તલવાર લઇ શય્યામાં
જાગતા પડયા.