________________
૧૮
લેકેને અવધૂત અવ્યિાના સમાચાર મળતાં દર્શનાર્થે ત્યાં આવવા લાગ્યા. પ્રભાવશાળી વિકમ અવધૂતને જોઈ મમતા. | વિક્રમના પ્રભાવની વાતે લોક કરતા, તે વાતે મંત્રીગણને કાને પહોંચી, તેથી મુખ્ય મંત્રી દર્શનાર્થે આવ્યા. અને અવંતીમાં બનતા બનાવની વાત કરીને આ ઉપદ્રવની શાંતિ માટે શું કરવું ? તે પૂછયું.
મંત્રીના શબ્દો સાંભળી વિકમને ભક્માત્ર અને શિયાળના શબ્દો યાદ આવ્યા ને પૂછ્યું, “યુવરાજ વિક્રમને કેમ શેધતા નથી? ”
“અમે યુવરાજ વિકમને શેધવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે એ રાક્ષસને શાંત કરવા કેટલાય બલિદાને આપીએ છીએ પણ તે શાંત થતું નથી.”
મંત્રીશ્વર ! જે તમે મને રાજ્ય સેપે તે હું એ દુષ્ટને કઈ પણ પ્રકારે નાશ કરી ન્યાયથી પ્રજાનું પાલન કરીશ.”
| વિક્રમના વચને મંત્રી તેમને જોઈ રહ્યા. વિકેમનું પ્રભાવશાળી સ્વરૂપ, સૌંદર્ય તેમની દૃષ્ટિએ પડ્યું ને તેમણે કહ્યું, “તમારા કહેવા પ્રમાણે કરવા નિર્ણય કરીશ.” કહી મંત્રી નગરમાં આવ્યા. રાજ્યકર્મચારીઓ, અગ્રગણ્ય નાગરિકેને ભેગા કરી અવધૂતવેશમાં રહેલા વિકમે કહેલી વાત કહી. બધાએ વિચારોની આપલે કરી છેવટે વિક્રમને ગાદી આપવાને નિર્ણય કર્યો.