________________
ભરેલે-અસાર છે.” બેલતા મહારાજાને સંસાર પર તિરસ્કાર આવ્યો ને બોલ્યા, “આ સંસારની પ્રત્યેક વસ્તુઓ ક્ષણિક સુખ આપનાર છે. દુઃખનું મૂળ છે. માત્ર વૈરાગ્ય જ સાચું સુખ આપનાર છે. જે અસાર સંસાર છોડી પિતાના આત્મકલ્યાણ માટે પરમાનંદ પરમાત્માના ધ્યાનમાં રહે છે, આનંદ રસ પીએ છે તેને ધન્ય છે.”
આમ બોલતા મહારાજા ભર્તુહરિ સંસાર-રાજ્યને છોડવા તૈયાર થયા. સાચે જ, જે કર્મમાં શૂરવીર છે, તે ધર્મમાં પણ શૂરવીર જ હોય છે.
રાજ-સંસારત્યાગનો નિર્ણય અધિકારી વર્ગે તેમજ પ્રજાએ જા ત્યારે બધે ઉદાસી છવાઈ ગઈ અને અનેક પ્રકારની વાતો થવા લાગી.
રાજ છોડવા તૈયાર થયેલ ભર્તુહરિ પાસે મંત્રીઓ, પ્રજાજને આવ્યા, ને વિનવવા લાગ્યા, “રાજન ! આ તમે શું કરી રહ્યા છે? જરા તે વિચારો, તમારા જતાં રાજ નાશ પામશે.”
મંત્રીગણના શબ્દો સાંભળી ભર્તુહરિ બોલ્યા, અમાત્યજી! આ રાજ કેનું? સગાં-વહાલાં કેનાં? પક્ષીઓ પિતાના સ્વાર્થ માટે એક ઝાડ પર જઈ બેસે છે. ને સ્વાર્થ પૂર્ણ થતાં ઊડી જાય છે, તેમ આ સંસારમાં બધાં સ્વાર્થ ભેગા થાય છે–પ્રેમ કરે છે. મંત્રીજી ! આ સંસારમાં આપણે કેટલીય વાર જમ્યા હઈશું, ધન-વૈભવ