________________
પ્રકરણ ચોથું . . . . . .. રાજત્યાગ
મહારાજા ભર્તુહરિ ફળ ખાવા તૈયાર થયા. ત્યારે તેમના મનમાં વિચાર આવ્યું, “પ્રેમી પટરાણ વિના લાંબુ જીવન જીવવાથી શું લાભ?” આમ વિચારી તેમણે તે ફળ પટરાણી અનંગસેના (પિંગળા) ને આપ્યું ને ફળના ગુણનું વર્ણન કર્યુ. પટરાણી પણ ફળને ગુણ સાંભળી પ્રસન્ન થઈ અને વિચારવા લાગી. “મારે પ્રેમપાત્ર મહાવત જે મારા પહેલાં મરી જાય તે હંમરેલા જેવી જ છું.” આવું વિચારી પટરાણીએ દીવ્ય ફળ મહાવતને આપ્યું ને તેને ગુણ કહ્યો. એ મહાવત નગરની અગ્રણી વેશ્યાને ચાહત હતે, તેણે એ ફળ વેશ્યાને આપ્યું ને તેનો ગુણ કહ્યો. ફળને જોઈ વેશ્યા વિચારવા લાગી, “આ મારું નીચ નિંદનીય જીવન તેને ચિરંજીવ બનાવવાથી શું લાભ? હું આવું ફળ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ મહારાજા ભર્તુહરિને આપીશ, તે ચિરંજીવ થશે તે પ્રજાને ન્યાયથી પાળશે.” આ પ્રમાણે વિચાર કરી વેશ્યા રાજ્યસભામાં આવી ને તે ફળ મહારાજાને આપ્યું.