________________
તેઓ તત્ત્વચિંતક, યોગી હોવા ઉપરાંત કવિ પણ હતા. તેમણે લખેલું ગુજરાતી પદ્ય અને ગદ્ય જૈન સાહિત્ય અજોડ છે. એક એક વચનમાં ઊંડું રહસ્ય છે. કાવ્ય સાહિત્ય:
શ્રીમને કેટલાક કવિ તરીકે સંબોધન કરે છે, જે તેમણે સાર્થક કર્યું છે. એમનું પદ્યસાહિત્ય ભાવવાહી, સુંદર, ગેય છે.
શ્રીમદે નાનામોટા થઈ કુલ ૪૫ કાવ્યો રચ્યા છે જે વર્તમાનમાં પ્રાપ્ય છે. તેમનું સાહિત્ય તેમની અદ્ભુત જ્ઞાન દશા અને નિર્મોહ દશા રજૂ કરે છે. તેમના બીજા કેટલાક પદો અપ્રાપ્ય છે. ગેય ઢાળોમાં દોહા પણ લખ્યા છે. સત્તરમા વર્ષે તેમણે લોકપ્રિય કાવ્ય ‘અમૂલ્ય તત્ત્વ વિચાર’ની રચના કરી હતી. જેની શરૂઆત જ આકર્ષક છે. ‘બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો' – અહીં મનુષ્યભવની દુર્લભતા બતાવી જૈન તત્ત્વજ્ઞાનનો મુખ્ય સિદ્ધાંત – હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું... કહી કાવ્ય ચિંતનસભર બનાવી દીધું છે. તેમનાં કેટલાંક પદોમાં પ્રાસાનુપ્રાસની અદ્ભુત રચના તેમ જ શબ્દસૌંદર્યનો અનુભવ થયો છે.
ચોવીસમા વર્ષે સં. ૧૯૪૭માં ચા૨ કાવ્યોની રચના કરી – એક જ દિવસે ભાદરવા સુદ આઠમના દિને ‘હે પ્રભુ', ‘યમનિયમ', જડભાવે', જિનવર કહે છે જ્ઞાન’, ‘જડભાવે’માં એક જ પદમાં દ્રવ્યાનુયોગનો સાર આપી દીધો છેઃ હોય તેહનો નાશ નહીં... ભેદ અવસ્થા જોય' વિજ્ઞાન પણ અહીં સંમત છે.
૨૯મે વર્ષે સં. ૧૯૫૨માં ‘મૂળ મારગ સાંભલો જિનનો રે' જેમાં રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગનું વર્ણન છે. આવું તત્ત્વસભર કાવ્ય દુર્લભ છે અને તે જ વર્ષે આસો વદ એકમના દિવસે નડિયાદ મુકામે રાત્રે ફાનસના પ્રકાશમાં એક જ બેઠકે કંઈ પણ ચેકચાક કર્યા વગર ૧૪૨ પદનું અતિ ઉત્તમ માકલ્યાણકારી, સકળ શાસ્ત્રોના સારરૂપ, સમગ્ર જૈન દર્શનના અર્ક સમા, અતિ દુર્લભ, અત્યંત ઉપકારી, તાત્ત્વિક જ્ઞાનના સાગર સમ તેમ જ બધી રચનાઓમાં શિરમોર એવાં શ્રી આત્મસિદ્ધ શાસ્ત્રની રચના કરી.
ત્રીસમા વર્ષે સં. ૧૯૫૩માં ‘અપૂર્વ અવસ૨’ નામનું જીવની ચઢતી દર્શાવતું, ચૌદ ગુણસ્થાન વર્ણવતું, અત્યંત ગૂઢ અને સૂક્ષ્મ કાવ્ય રચ્યું. તેઓશ્રીએ આ કાવ્યમાં બતાવ્યું છે કે સમ્યક્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. અહીં મુખ્યત્વે પરમપદ પ્રાપ્તિની ભાવના છે. આ કાવ્ય જૈન શાસ્ત્રો-આચારાંગ, ઠાણાંગ, દશવૈકાલિક આદિ સૂત્રોના અર્કરૂપ તથા સ્વાનુભવરૂપ છે.
તેમના બધા જ પદોનો અનંત મહિમા છે. ‘હે પ્રભુના વીસ દોહામાં સંસારી જીવના વર્તમાન પર્યાયના દોષોનું વર્ણન છે. સંસારમાં જીવ અનંત દોષોથી મલિન છે તેવું જ્યારે જીવને ભાન થાય છે ત્યારે તે શુભ દશા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે છે, વીર્ય ફોરવે છે. સંસારી જીવની પૂર્ણતા અને શુદ્ધતાનો અભાવ દર્શાવવા દરેક પદમાં ‘નહીં’, નથી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રીમની કવિત્વશક્તિ ૫૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો