________________
અજોડ છે. આમાં જીવને પોતાની સમક્ષ દર્પણ ધરી દીધું છે, જેથી ગર્વ ગળી જાય છે. આ દોહા આમ જીવને યોગ્યતાની પ્રાપ્તિ કરાવે છે. સદ્દગુરુ ભક્તિ રહસ્યરૂપ આ પ્રાર્થના સ્વચ્છેદ ટાળવાનો ઉપદેશ આપે છે. તેઓના કાવ્યો આ પ્રમાણે છેઃ ૧. ગ્રંથારંભ પ્રસંગ. ૨. નાભિનંદન નાથ. ૩. ભિન્ન ભિન્ન મત દેખિયે. ૪. મોહિનીભાવ વિચાર અધીન ૫. સુખકી સહેલી હૈ ૬. લઘુવયથી અદ્ભુત થયો. ૭. મારગ સાચા મિલ ગયા ૮. હોત આસવા પરિસવા ૯. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ! ૧૦. ધન્ય રે દિવસ આ અહો ! ૧૧. અવધાન કાવ્યો ૧૨. મોતી તણી માળા ગળામાં ૧૩. સાહ્યબી સુખદ હોય ૧૪. જળહળ જ્યોતિ સ્વરૂપ તું ૧૫. વિદ્યુત લક્ષ્મી – આદિ ભાવનાના પદો ૧૬. શુભ શીતળતામય છાંય ૧૭. હતી દીનતાઈ ત્યારે તાકી ૧૮. મંત્ર તંત્ર.. ૧૯. વચનામૃત વીતરાગનો ૨૦. તપોપધ્યાને રવિરૂપ થાય ૨૧. હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? ૨૨. યમનિયમ સંયમ આપ કિયો ૨૩. બહુ પુણ્યકેરા પુંજથી ૨૪. ધર્મતત્ત્વ જો પૂછ્યું મને ૨૫. નીરખીને નવયૌવના ૨૬. લોકપુરુષ સંસ્થાને કહ્યો ૨૭. જડ ને ચૈતન્ય બંને ૨૮. બિના નયન પાવે નહીં ૨૯. જડ ભાવે જડ પરિણામે ૩૦. મૂળ માર્ગ રહસ્ય
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + પ૧