________________
૩૧. જિનવર કહે છે જ્ઞાન તેને ૩૨. પંથ પરમ પદ બોધ્યો. ૩૩. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૩૪. ઈચ્છે છે જે જોગીજન ૩૫. જળહળ જ્યોતિ સ્વરૂપ તું ૩૬. અનંત અનંત ભાવ ભેદથી ભરેલો ૩૭. તૃષ્ણાની વિચિત્રતા તથા
અવધાન કાવ્યોના પદો અને ભાવનાના પદો વગેરે મળી લગભગ ૪૫ જેટલાં કાવ્યો થાય છે. સામાજિક સુધારણાનાં કાવ્યો પણ રચ્યાં છે. હાથનોંધ
હાથનોંધ નંબર એકમાં પોતાનું સ્વાત્મવૃત્તાંત આલેખ્યું છે, તેમાં તેઓશ્રી જણાવે છેઃ (આત્મદર્શન કે સમ્યક્દર્શનની પ્રાપ્તિ વિશે)
ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે; ઓગણીસમેં ને બેતાલીસે, અદ્ભુત વૈરાગ્યધાર રે, ઓગણીસસે ને સુડતાલીસે, સમતિ શુદ્ધ પ્રકાડ્યું રે,
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. વળી, પોતે એક દેહધારી મોક્ષ પામશે તેમ દઢતાથી કહ્યું છે –
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે, કેવલ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે, અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે”
આ સમ્યક્દર્શન કે આત્મજ્ઞાનની દશા કોઈ વિરલા જ પામી શકે છે. વળી તેઓ હાથનોંધમાં લખે છે,
હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર
હો...
તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ, પરમ વીતરાગ-સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.'
તેવી જ રીતે, એક જ વાક્યમાં સમ્યક્દર્શનનું માહાત્મ શ્રીમદ્ પ્રગટ કરે છે:
‘અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રામાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનને નમસ્કાર.”
તેમણે શ્રી લલ્લુજી મહારાજને “સમાધિશતકમાંથી બોધ આપ્યો. તે પુસ્તક
પર + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો