________________
વાંચવા-વિચારવા આપ્યું અને પાછા બોલાવી પુસ્તકના પહેલા પાના ઉપર નીચેની અપૂર્વ લીટી લખી આપી
આતમભાવના ભાવતાં જીવ લહે કેવળ જ્ઞાન રે.” નિગ્રંથ પ્રવચનમાં પણ આજ કહ્યું છે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.'
સર્વપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, લક્ષ્ય કરવા યોગ્ય અને સ્વાનુભવ સિદ્ધ કરવા યોગ્ય છે.”
અન્યત્ર કહે છે – અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ, અહો ! તે સર્વત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ, અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદ્ગુરુ દેવ, આ વિશ્વમાં સકળ તમે જયવંત વર્તાજયવંત વર્તી’
- શ્રીમદ્ રાજચંદ્ર (હાથનોંધ ૩/ર૩) અહીં તીર્થંકરે પ્રરુપેલ મોક્ષમાર્ગ બોધનું માહાસ્ય બતાવ્યું છે.
હાથનોંધ ૧/૧૧: અહો ચેતના અહો તેનું સામર્થ્ય! અહો જ્ઞાની! અહો તેમનું ધ્યાન !
શિક્ષાપાઠ ૧૦૫ (મોક્ષમાળા) વિચારયોગ્ય – સ્વીકારવાયોગ્ય મહાવાક્યો, બોધવાક્યો યથા -
નથી ધર્યો દેહ વિષય વધારવા;
નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” શ્રીમના ભાષાંતરો અને વિવેચનો
તેમની શૈલી મનોહર અને તલસ્પર્શી જોવા મળે છે.
(૧) “શ્રી દશવૈકાલિક સિદ્ધાંતમાંથી શ્રીમદે સં. ૧૯૪૫માં “સંયતિ મુનિધર્મ વિશે ૫૧ બોલ લખેલા છે. પ્રથમના આઠ બોલ ચોથા અધ્યયનમાંથી ગુજરાતી ભાષામાં ઉતારેલા છે; નવમાંથી છત્રીસમા સુધીના બોલ છઠ્ઠા અધ્યયનની નવથી ૩૬ ગાથાઓ પર લખેલા છે અને છેલ્લા પંદર બોલ ચોથા અધ્યયનની છેવટની ગાથાઓમાંથી લીધેલા છે. કોઈ કોઈ વખતે લખી રાખેલા બોલ પ્રસિદ્ધ કરતાં એકત્ર છાપ્યા હોય; તેવા પ્રકારે છૂટક ગાથાઓના સમૂહનું આ અવતરણ હોવા છતાં, મૂળ માગધી ભાષામાં જે રહસ્ય છે તે ટૂંકામાં તેવા જ ગંભીર ભાવદર્શક રહસ્યાત્મક ભાષામાં, મૂળ ગાથાઓની વાંચનારને આપોઆપ સ્મૃતિ થાય તેવું સરળ ગુજરાતી ભાષામાં અવતરણ કરેલું છે, કોઈ વખતે તો આખી ગાથાનો અર્થ ટૂંકા વાક્યમાં સમાઈ જતો હોય તો તે વાક્ય જ મૂકી દીધું છે, આવી તેમની
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૫૩