________________
સૂત્રાત્મક શૈલી ભાષાંતરોમાં પણ પ્રગટ જણાઈ આવે છે.
(૨) સં. ૧૯૫૩માં લખેલા અવતરણો મોક્ષસિદ્ધાંત' નામે પ્રસિદ્ધ થયેલા છે તેમાં દ્રવ્યપ્રકાશ” લેખમાં દ્રવ્ય સંગ્રહના ત્રણે ભાગનું દિગ્દર્શન કરી વિવેચન કરતાં અધૂરો રહેલો તે લેખ છે, તે જ અંકના આઠમા વિભાગમાં દ્રવ્યસંગ્રહની ૩૧મી ગાથાથી ૪૯મી ગાથા સુધીનું સુસંબદ્ધ ભાષાંતર શ્રીમદે કરેલું છપાયું છે. મૂળ ગાથાઓનું રહસ્ય શ્રીમદે સુંદર ભાષામાં જણાવ્યું છે.
(૩) વિશ વર્ષ સુધીના લખાણ વિશે શ્રી ચિદાનંદજીના “સ્વરોદય’નું વિવેચન શ્રીમદે કરવા માંડેલું – તે જ પ્રમાણે શ્રી આનંદઘનજીના ચોવીશીના સ્તવનોમાં જે રહસ્ય છે તેનું વિસ્તૃતિકરણ કરવાની શરૂઆત કરેલી છે. પ્રથમના બે સ્તવનના અધૂરાં વિવેચનો “શ્રીમદ્ રાજચંદ્ર ૭૫૩મા અંકમાં પ્રસિદ્ધ થયા છે.
- શ્રી યશોવિજયજીએ લખેલી આઠ દૃષ્ટિની સઝાયની છઠ્ઠી દષ્ટિમાંથી એક કડી લઈ – મન મહિલાનું રે વહાલ ઉપર બીજા કામ કરત, એમ મૃતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત' - આ કડીનું વિવેચન ૩૯૩, ૩૯૪ અને ૩૯૫ એમ ત્રણ પત્રોમાં સુંદર રીતે કર્યું છે. સિદ્ધાંતનું માહાસ્ય સમજાઈ જાય એ રીતે. અપ્રગટ ભાષાંતર
આત્માનુશાસનનાં સો શ્લોકોનું ભાષાંતર કર્યું છે પણ હજી તે પ્રસિદ્ધ થયું નથી.
શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાંથી બાર ભાવનાઓમાંથી બે ભાવનાઓ પૂરી કરી સંસાર ભાવના વિશે થોડું લખ્યું છે. જે ભાવનાસંગ્રહ સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ થયો છે તેમાં પ્રગટ કરવામાં આવ્યું છે. તે સ્વાભાવિક સરળ ભાષામાં લખાયેલ છે. તાર્કિક સમંતભદ્રના એક પ્રસિદ્ધ શ્લોકનું ભાષાંતર કર્યું છે. સંપૂર્ણ પુસ્તકનું ભાષાંતર માત્ર શ્રીમદે કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્યના પંચાસ્તિકાય' ગ્રંથના ૧૫૮ શ્લોકો છે. શ્રી કુંદકુંદાચાર્ય ગુજરાતી ગદ્યમાં લખતા હોય તે જ પ્રમાણે આ ગ્રંથ લખાયો છે. તેના પર ટીકા કે વિવેચન કંઈ કર્યું નથી. સ્વતંત્ર પુસ્તકોઃ
તેમના નીતિવિષયક પુસ્તક સ્ત્રીનીતિબોધ વિભાગ-૧ની છાપેલી પ્રત મળી શકતી થી જેમાં ગરબીઓ છે. સોળ વર્ષની ઉંમર પહેલા લખાયેલ તેમની કૃતિઓમાં
(૧) “પુષ્પમાળાનો સમાવેશ થાય છે. આ કૃતિ તેમની કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નથી પણ સર્વસાધારણ નૈતિક ધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. તેમાં સુવાક્યો વગેરે છે અને અસાંપ્રદાયિક છે. મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તેવો હોય, તેની વૈયક્તિક અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે પુષ્પમાળાની રચના કરી છે. શ્રેયાર્થીને તે માર્ગદર્શક છે.
ત્યાર બાદ બીજી આધ્યાત્મિક કૃતિ જેનું નામ છે (૨) “મોક્ષમાળા' જે સત્તર વર્ષની ઉંમરે રચી છે. એમાં ચર્ચેલા ધર્મના મુદ્દા ખાસ કરીને જૈન ધર્મને ૫૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો