________________
તેઓનું માનભર્યું સ્થાન હતું. વિદ્વત્તાની સાથે તેઓ સત્યશોધક હતા, જે દુર્લભ યોગ ગણાય. જૈન સાહિત્યમાં રહેલ સાચી હકીકતો પ્રગટ કરીને સમાજને સાચો રસ્તો ચીંધવાની ક્રાંતિકારી ભાવના તેમનામાં હોવાથી તેઓ સત્યને તેના ઉપર સાકરનો પટ ચઢાવ્યા વગર યથાતથ સ્વરૂપમાં રજૂ કરતા. આમ કરતી વખતે પોતાના ઉપર જે કોઈ મુશ્કેલી આવી પડે તેનો નીડરતાથી સામનો કરતા. સત્યજિજ્ઞાસુને તેઓ આત્મીય ભાવનાથી નિઃસ્વાર્થભાવે મદદ કરતા. તેમના આ વલણને કારણે જૈન આગમોને પ્રકાશિત કરવાનો અને તેના અનુવાદો પ્રસિદ્ધ કરવાનો માર્ગ ખુલ્લો થયો. યુનિવર્સિટીમાં તેઓના પ્રયત્ન દ્વારા પ્રાકૃતને સ્થાન મળ્યું. ભારત સરકારે તેઓને સંસ્કૃત માટેનો નેશનલ એવોર્ડ અર્પણ કરીને તેમને ગૌરવાન્વિત કર્યા.
નિર્ભય અને ક્રાંતિકારી, નમ અને મૃદુભાષી, વિરોધો અને મુશ્કેલીઓમાં પણ સમભાવે વર્તનાર પંડિત બેચરદાસજી ૯૨ વર્ષ જેટલું દીર્ઘ આયુષ્ય ભોગવીને ૧૧મી ઓક્ટોબર ૧૯૮રના રોજ અમદાવાદમાં અવસાન પામ્યા.
દૈહિક મૃત્યુ તો કુદરતનો ક્રમ છે. પણ પંડિતજી અક્ષરદેહે અમર થઈ ગયા અને તેમનો અખૂટ સાહિત્ય વારસો સમાજને આપતા ગયા. તેઓએ લખેલા, સંપાદિત કરેલા, અનુવાદિત કરેલા ગ્રંથો તથા લેખોની સૂચિ Aspects of JainologyVol.IIમાં પૃ. ૧૩થી રરમાં રજૂ થયેલ છે. ડો. સલોનીબહેન જોષી દ્વારા તૈયાર થયેલ આ સૂચિમાંથી કેટલાક ગ્રંથો તથા લેખો પણ આપણને પંડિતજીની વિદ્વત્તાનો પરિચય આપી શકે તેમ છે.
તેઓએ લખેલ પુસ્તકોમાં ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ' (ઈ. સ. ૧૯૩૯), પર્યુષણના વ્યાખ્યાનો' (૧૯૩૦), પ્રાકૃત માગપદેશિકા' (૧૯૧૧), પ્રાકૃત વ્યાકરણ (૧૯૨૫) વગેરે પુસ્તકો તેમની સાહિત્યસાધના અને ભાષાઓ ઉપરના પ્રભુત્વની ગવાહી પૂરે છે.
તેમના દ્વારા સંપાદિત / અનુવાદિત ગ્રંથો પણ વિદ્વાનોને માર્ગદર્શક બની રહેલ છે. “અનેકાંત જયપતાકા' (૧૯૧૪), “અભિધાન ચિંતામણિ કોશ', “પાઈઅ લચ્છી નામમાળા' (૧૯૧૮), 'ભગવતી સૂત્ર (બે ભાગ), દેશી શબ્દસંગ્રહ' (૧૯૭૪), જૈન કથાનકોશ' (૧૯૫૧), ધમ્મપદ (૧૯૫૮), સિદ્ધ હેમશબ્દાનુશાસન લઘુવૃત્તિ' (૧૯૮૧), “ભગવાન મહાવીરના દશ ઉપાસકો' (૧૯૩૧), “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' (૧૯૩૧), ‘વિશેષાવશ્યક ભાષ્ય-૩ (૧૯૬૮) જેવા પુસ્તકો નોંધપાત્ર છે.
પુરાતત્ત્વ', જૈન સાહિત્ય સંશોધક, પ્રસ્થાન, બુદ્ધિપ્રકાશ', ફાર્બસ ત્રમાસિક, અખંડ આનંદ, ભારતીય વિદ્યાઓ, જૈન જગત', 'પ્રબુદ્ધ જીવન”, “સ્ત્રી જીવન, જૈન વગેરે સામયિકોમાં ભાષા, વ્યુત્પત્તિ, ધર્મવિચાર વગેરે વિષયોને લગતા તેઓના લખેલા તુલનાત્મક લેખો અવારનવાર આવ્યા કરતા. જેમ કે શિક્ષણ અને સાહિત્યમાં શબ્દોનો વંશ અંગે વીસેક અંકોમાં તેઓના લેખો આવ્યા. “કોડિયુંમાં
૪૭૬ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો