________________
શબ્દોનું પૃથક્કરણ અંગે આઠેક લેખો આવ્યા. પારસીક પ્રકાશ' નામના ફારસી ભાષાના શબ્દકોશનો અને તે જ નામના ફારસી ભાષાના વ્યાકરણના પરિચય અંગેનો મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં આવેલ લેખ તેમના ભાષાવૈવિધ્યનો ખ્યાલ આપે છે.
બનારસ સર્વ સેવા સંઘ દ્વારા ૧૯૭૫માં સંસ્કૃત છાયા પરિશોધન સાથે તેમના દ્વારા તૈયાર થયેલ “સમણસુરમ્ ખૂબ આવકાર પામ્યું. તેઓએ “મહાવીરવાણી' પુસ્તકનું સંપાદન સર્વધર્મસમભાવથી કર્યું. બ્રાહ્મણધર્મ, બૌદ્ધ ધર્મના ગ્રંથો, બાઈબલ, કુરાન જેવા ગ્રંથો સાથે તુલનાત્મક અભ્યાસથી લખેલ આ પુસ્તકની પ્રસ્તાવના સ્વામી આનંદે લખી છે. જૈન સાહિત્યના રત્નાગારમાંથી અણમૂલા રત્નોને વણીને આપણી સમક્ષ મૂક્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ વિનોબાજી અને અન્ય વિદ્વાનોએ પણ આ પુસ્તકને આવકાર્યું છે.
પોતાની આવી વિશિષ્ટ સાહિત્યસેવાને કારણે પંડિત બેચરદાસજી હંમેશાં યાદ રહેશે.
૧.
૨.
સંદર્ભગ્રંથસૂચિ સંગીતિ: લે. પં. બેચરદાસ જીવરાજ દોશી, સં. જિતેન્દ્ર બી. શાહ પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, આવૃત્તિઃ પહેલી, ડિસેમ્બર ૨૦૦૩, કિંમત રૂ. ૧૮O-, પૃ. ૧૮+૨૮૪ Aspects of Jainology: Vol. II: ‘Pt. Bechardas Doshi - Commemoration Volume': Editors : Prof. M. A. Dhaky, Prof. Sagarmal Jain, Published: P. V. Research Institute Varanasi-૫, 1st Editionઃ A. D. ૧૯૮૭ Price: Rs. ૨૫૦/
માલતી કે. શાહ ૨૨, શ્રીપાલ ફ્લેટ, દેરી રોડ, કૃષ્ણનગર,
ભાવનગર-364001
M. 9824894669 R. 0278-2205986
સત્યશોધક પંડિત બેચરદાસ જીવરાજ દોશી + ૪૭