________________
વ્યક્ત કર્યા તેથી તેમની સામેનો વિરોધ ઉગ્ર બન્યો. છતાં તેઓ મક્કમ જ રહ્યા અને મુંબઈ જઈને આ કામ કરવા લાગ્યા.
મુંબઈમાં તા. ૨૫ જાન્યુઆરી ૧૯૧૯ના રોજ જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ' વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું, જેનાથી વિરોધ પ્રબળ બન્યો. આ ભાષણ તેમના જીવનમાં સીમાસ્તંભરૂપ બન્યું. વિચારકો વિચાર કરતા થયા. અમદાવાદના સંઘે તેમને સંઘ બહાર કાઢ્યા, પરંતુ તેઓ દઢપણે માનતા કે લોકનિંદા કે લોકપ્રશંસાને મહત્ત્વ આપીએ તો સત્યને ન પિછાણી શકાય. થોડા સમય બાદ ભાવનગરથી પ્રસિદ્ધ થતાં “જેનમાં તમસ્તરણ' નામે તેમનો એક લેખ છપાયો જેનાથી સુધારકોમાં અને સમાજમાં ખળભળાટ પેદા થયો, પરંતુ આવા કપરા સમયમાં મહાત્મા ગાંધી જેવાએ તેઓને સાથ આપ્યો કે જો પોતાને દઢ વિશ્વાસ હોય તો સત્ય ન છોડવું. આ સમયમાં ગાંધીજી સાથેનો તેમનો પરિચય વધતો ગયો. ઈ. સ. ૧૯૨૧-૨૨માં ગાંધીજીએ સ્થાપેલ “ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરમાં જોડાયા. અહીં પં. સુખલાલજીના સહકારમાં પૂ. આ. અભયદેવસૂરિજીની ટીકા સાથેના, શ્રી સિદ્ધસેન દિવાકરકૃત “સન્મતિતર્ક પ્રકરણ” ગ્રંથના સંપાદનનું દુષ્કર કાર્ય નમૂનેદ્યર રીતે કર્યું. આ સંપાદન પ્રાચીન આકર ગ્રંથોના સંપાદનમાં નમૂનેદાર ગણાય છે. ગાંધીજીને અને અન્ય વિદ્વાનોને તેમના આ કામથી ખૂબ સંતોષ થયો. જોકે ખૂબ ઝીણવટથી આ કામ કરતાં તેઓએ પોતાની ડાબી આંખની ઝાંખપ સદાને માટે વહોરી લીધી.
ઈ. સ. ૧૯૩૦ના સુપ્રસિદ્ધ દાંડીકૂચના પ્રસંગથી ઊઠેલા રણભેરીના નાદ પાછળ પંડિત બેચરદાસજી પણ અસર પામ્યા. મહાત્મા ગાંધીને જેલવાસ થયો તે સમય દરમિયાન તેઓ હસ્તલિખિત “નવજીવનના તંત્રી બન્યા, નવ માસ માટે વીસાપુરમાં જેલવાસ ભોગવ્યો. જેલમાંથી છૂટ્યા પછી તેઓને બ્રિટિશ હકૂમતમાં દખલ થવાનો મનાઈહુકમ મળ્યો જે ઈ. સ. ૧૯૩૬ સુધી ચાલુ રહ્યો. આ સમયગાળામાં ૬-૭ જણના કુટુંબનું ભરણપોષણ કરવા માટે આજીવિકાનો પ્રશ્ન વિકટ હતો. આ ૪-૫ વર્ષ તેઓ મારવાડ, રાજસ્થાનમાં સ્થાનકવાસી સાધુઓ અને બીજાઓને ભણાવીને જીવનપંથ કાપતા રહ્યા. આ વર્ષોમાં પ્રાકૃત માર્ગોપદેશિકા' તથા અપભ્રંશ ભાષાના વ્યાકરણ ઉપરના પોતાના પુસ્તકનું લેખનકાર્ય કર્યું. આવી વિકટ પરિસ્થિતિમાં પણ જૈન સાહિત્યમાં રહેલ સત્યનો પ્રચાર કરવાની તેમની તમન્ના જરાપણ ઓછી થઈ ન હતી. ૧૯૩૬માં કોંગ્રેસે પ્રાંતોમાં સત્તા સ્વીકાર્યા પછી મનાઈ હુકમ ઊઠી ગયો. તેથી તેઓ ગુજરાતમાં આવી શક્યા. સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. આનંદશંકર ધ્રુવના પ્રયાસથી તેઓ અમદાવાદની એલ. ડી. આર્ટસ કૉલેજમાં અર્ધમાગધીના અધ્યાપક તરીકે જોડાયા. જિંદગીના ઉતાર-ચડાવમાં તેમના સહધર્મચારિણી શ્રી અજવાળીબહેનનો પૂરો સાથ-સહકાર હતો.
પંડિત બેચરદાસજી પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત વગેરે ભાષાઓના ઊંચી કોટિના વિદ્વાન હોવાથી દેશના અને દુનિયાના વિદ્વાનોમાં
સત્યશોધક પંડિત બેચરદાસ જીવરાજ દોશી + ૪૭૫