________________
રહ્યા પછી શીતળા થયા ત્યારે તે સમયે તેમના મા એકલાં કાશી ગયાં.
કાશીમાં બે વર્ષમાં હેમચંદ્રકૃત લઘુવૃત્તિ પોણી કરી. ન્યાયદર્શન, સાંખ્યદર્શન, વૈશેષિક દર્શન, વેદાંત વગેરેનો સારો અભ્યાસ પણ આ ગાળામાં થયો. ભણતરની સાથેસાથે પં. હરગોવિંદદાસ ત્રિકમદાસ શેઠના સહકારમાં યશોવિજય જૈન ગ્રંથમાળાના જેને ન્યાય અને વ્યાકરણને લગતા પ્રાચીન ગ્રંથોનું સંપાદન શરૂ કર્યું. પરિસ્થિતિ એવી પેદા થઈ કે આ પુસ્તકો પહેલા કલકત્તાની સંસ્કૃત કૉલેજની “તીર્થની પરીક્ષામાં અભ્યાસક્રમમાં દાખલ થયા અને પોતે જ્યારે વ્યાકરણ અને ન્યાયના તીર્થની પરીક્ષા આપી ત્યારે પોતે સંપાદિત કરેલા આ પુસ્તકોનો ઉપયોગ કર્યો અને આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેઓની ગણના બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે થવા લાગી. મુંબઈ એજ્યુકેશન બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં રૂ. ૭૫નું પારિતોષિક મળ્યું. સંસ્કૃતમાં કવિતા કરતા, પાદપૂર્તિ કરતા. તેમની તેજસ્વિતાને લીધે પૂ. મહારાજશ્રીએ તેમને માસિક રૂ. દસની સ્કૉલરશિપ આપવાનું કહેતાં તેમણે તેનો સાદર અસ્વીકાર કરતાં જણાવ્યું કે પાઠશાળા બધો ખર્ચ આપતી હોય તો આવી સ્કોલરશિપ કેમ લેવાય?
પૂ. મહારાજશ્રીની ઈચ્છા પંડિતજીને શ્રમણ સંસ્કૃતિમાં પૂર્ણ નિષ્ણાત બનાવવાની હતી. પ્રાકૃત, અર્ધમાગધીમાં તો સારી એવી ફાવટ આવી ગઈ હતી. સૌરસેની, પૈશાચી, અપભ્રંશ જેવા વિવિધ રૂપોની ભાષાનો પણ સારો અભ્યાસ થયેલ. છતાં બૌદ્ધ ધર્મના જ્ઞાન માટે પાલિ ભાષાના જ્ઞાનની જરૂર હતી. પૂ. ધર્મસૂરિજી મહારાજશ્રીએ પં. હરગોવિંદદાસજી, ડો. સતીષચંદ્ર વિદ્યાભૂષણ અને પં. બેચરદાસજી આ ત્રણેયને પાલિ ભાષા અને બૌદ્ધ ત્રિપિટક શીખવા માટે શ્રીલંકા (સિલોન)માં કોલંબો મોકલ્યા. ત્યાં આઠ માસના અભ્યાસ દરમિયાન તેઓશ્રીની દર્શનિક ક્ષિતિજો ખૂબ વિકસી. ત્યાંથી પાછા આવીને કાશીમાં ફરીથી યશોવિજય ગ્રંથમાળાના પ્રાચીન જૈન ગ્રંથોના સંપાદનનું કાર્ય ઉપાડ્યું.
તેઓમાં રાષ્ટ્રીયતાની પ્રબળ ભાવના હતી. બંગભંગની ચળવળથી દેશી કાપડ અને દેશી ખાંડ વાપરવાનો નિયમ તો કર્યો જ. વળી ઈ. સ. ૧૯૧૫-૧૬માં ગાંધીજીએ સ્વદેશી અને ખાદીની હાકલ કરતાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો. તેમનામાં સત્યજ્ઞાનની તીવ્ર ઝંખના હતી તેથી રાત્રે બે વાગે ઊઠીને આગમો કંઠસ્થ કરવા માંડ્યા. ભાષાઓનું જ્ઞાન તો હતું જ. તેમાં વાંચન અને ચિંતન ભળવાથી તેઓ સત્યશોધક બન્યા. જૈન સંસ્કૃતિના અભ્યદય માટે ક્રાંતિની ભાવના બળવત્તર બની. તેમને સ્પષ્ટપણે લાગ્યું કે તે માટે સંસ્કૃતમાં રચાયેલા મૂળ ગ્રંથોનો અનુવાદ કરીને લોકોને માટે સુગમ બનાવવો જોઈએ. પોતાની આ ઇચ્છાને અનુરૂપ વાતાવરણ અમદાવાદમાં ઉદ્દભવ્યું. સં. ૧૯૭૭૧માં અમદાવાદમાં શેઠ પૂંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં આ કામ થઈ શકે તેમ હોવાથી તેમાં જોડાયા. આગમોના અનુવાદના વિરોધના તે સમયમાં અમદાવાદમાં મહાવીર જયંતીની એક સભામાં આગમોના અનુવાદ સંબંધી પોતાના વિચારો ૪૭૪ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો