________________
વડી દિક્ષા પણ થઈ. મુનિ નેમિવિજયજીની નિષ્ઠા અને દઢ સંકલ્પના કારણે અમદાવાદમાં વિ.સં. ૧૯૪૭માં સિદ્ધાંત કૌમુદી વ્યાકરણ પૂર્ણ થયું. શાસ્ત્રાભ્યાસની કેવી અખંડ ધૂન એમને હતી !!! અમદાવાદથી વિહાર કરી તેઓ પાછા પોતાના ગુરુજી પાસે પધાર્યા.
વિ.સં. ૧૯૪૭ની વાત છે. દિવસો પષણાના ચાલતા હતા. પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.એ નેમિવિજયજીની અસ્મલિત વાણી, સંસ્કારી ભાષા અને શુદ્ધ ઉચ્ચારોના કારણે નિર્ણય કર્યો કે આજનું વ્યાખ્યાન નેમિવિજયજી આપશે. પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. નેમિવિજયજીના હાથમાં 'લ્પસૂત્રની સુબોધિકા ટીકાની હસ્તપ્રતનાં પાનાં આપ્યાં. એમને વ્યાખ્યાન હોલમાં જવાનું કહ્યું. વળી તેમણે નેમિવિજયજીને પોતાનો પડો’ પહેરવા આપ્યો. પરંતુ નેમિવિજયજી કશું સમજ્યા નહિ. પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. વ્યાખ્યાન વાંચનાર મુનિ ચારિત્રવિજયજી સાથે ગોઠવણ કરી કે સભામાં અચાનક નેમિવિજયજીને વ્યાખ્યાન આપવાની ફરજ પડે. ચારિત્રવિજયજી પાટ ઉપર બેઠા, બાજુમાં જ નેમિવિજયજીને બેસવા કહ્યું. પ્રથમ પચ્ચખાણ આપીને જાહેર કર્યું કે આજનું વ્યાખ્યાન મુનિ નેમિવિજયજી વાંચશે. આટલું કહી તેઓ પાટ ઉપરથી ઊતરી ગયા. નેમિવિજયજી એકદમ વિચારમાં પડી ગયા. પરંતુ હવે વ્યાખ્યાન વાંચ્યા વિના છૂટકો ન હતો. એટલે ગુરુદેવને ભાવવંદન કરી, એમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી વ્યાખ્યાન વાંચવાનું ચાલુ કર્યું. પછી તો એમની વાણી અસ્મલિત વહેવા લાગી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા ને સાથે સાથે આનંદવિભોર પણ થયા. આ વ્યાખ્યાન જ્યારે એમણે વાંચ્યું ત્યારે નેમિવિજયજીનો દીક્ષાપર્યાય માત્ર બે જ વર્ષનો હતો. કેવી સજ્જતા, કેવો આત્મવિશ્વાસ અને સૌથી જરૂરી એવી ગુરુકૃપા, અનરાધાર વરસતી હતી. એ જ અરસામાં કાશીથી અભ્યાસ કરી આવેલા, સંસ્કૃતમાં બોલતા એક નાથાલાલ નામના ભાઈને સંસ્કૃત સંભાષણ અને શાસ્ત્રચર્ચામાં પરાસ્ત કર્યા હતા.
પૂ. નેમિવિજયજીની આટલી બધી ક્ષમતા જોઈને પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.એ એમને પાલિતાણા નબન્યાયના અજોડ વિદ્વાન પૂ. દાનવિજયજી મ.સા. પાસે દર્શનશાસ્ત્રના વિદ્યાભ્યાસ માટે મોકલ્યા. વિ.સં. ૧૯૪૮નો શેષકાળ અને ૧૯૪૯નું ચોમાસું પણ અભ્યાસ માટે પાલિતાણામાં કર્યું. આ દિવસો દરમિયાન નબન્યાયનો અને “અઢાર હજારીનો અભ્યાસ કર્યો. “અઢાર હજારી એટલે સિદ્ધહેમ વ્યાકરણ પરની ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણની ટીકા. કહ્યું છે –
'काणादं पाणिनीयं च सर्वशास्त्रोपकारम् ।' કાવું – નવ્ય ન્યાય અને પાણિનિ વ્યાકરણ. વ્યક્તિ જો આ બે ભયો. હોય તો કોઈ પણ શાસ્ત્રને સમજવું ને ઉકેલવું સહેલું પડે. એટલે પૂજ્યશ્રી ત્યાં બે વરસ જેવું રહ્યા. પંજાબી દાનવિજયજી મ.સાહેબે તેમને ત્યાં માત્ર ભણાવ્યા એટલું જ નહીં, પણ જ્ઞાનની લગની લગાડી દીધી. જ્ઞાન ભણવું એક વાત છે અને
શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. + ૩૭૫