________________
જ્ઞાનની લગની લાગવી બીજી વાત છે. ભણવું એટલે તો તત્કાલ પોતાના ખપ પૂરતું કે આજીવિકા માટે અભ્યાસ કરી લેવો તે. અને જેને જીવનભર વ્યવસાય તરીકે સ્વીકારી લેવાય તેનું નામ લગની છે. પૂજ્યશ્રીના હૃદયમાં જ્ઞાનની પ્રીતિનો દિવો બરાબર પ્રગટી ગયો હતો. પાલિતાણામાં પૂજ્યશ્રીએ શ્રી દાનવિજયજી સાથે મળીને અધ્યયન-અધ્યાપનનું સંગીન કાર્ય કર્યું હતું. તેઓ ત્યાં હતા ને જ પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સાના કાળધર્મના સમાચાર મળ્યા. ત્યારે તેમને અત્યંત દુઃખ થયું. અંતિમ સમયે પોતે ગુરુ મહારાજ પાસે રહી શક્યા નહીં એનો નેમિવિજયજીને ઘણો આઘાત લાગ્યો.
અભ્યાસ પૂર્ણ થતાં તેઓ ગિરનારજીની યાત્રા કરીને જામનગર પધાર્યા. અહીં એમના વ્યાખ્યાનોનું એવું લોકોને આકર્ષણ થયું કે વિ.સં. ૧૯૫૦નું ચાતુર્માસ જામનગર નક્કી થયું. આ એમનું પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસ અને દક્ષા પર્યાય માત્ર છ વર્ષ, નેમિવિજયજીએ ચાતુર્માસ પ્રવેશને દિવસે વ્યાખ્યાનમાં શેક્સપિયર “As you like it' એ અંગ્રેજી નાટકની પ્રસિદ્ધ પંક્તિઓઃ
‘And this our life exempt from a public haunt finds tongues in trees, books in running brooks, sermons in
stones and good in everything.' (જનસમૂહોથી મુક્ત એવું આ વનનું જીવન, વૃક્ષોમાં વાણી, વહેતાં ઝરણામાં જ્ઞાન, પથ્થરોમાં પ્રબોધન અને દરેક ચીજમાં શ્રેયને જુએ છે.) આ સાંભળી સર્વ લોકો દંગ થઈ ગયા. એમની પ્રભાવકતા ચારે બાજુ વિસ્તરી, પરિણામ રૂપે બે અગત્યની બાબતો બની:
(૧) ડાહ્યાભાઈ નામે જામનગરના પ્રતિષ્ઠિત, શ્રીમંત શ્રેષ્ઠીએ દીક્ષા લીધી અને પૂજ્યશ્રીના પ્રથમ શિષ્ય થયા. સુમતિવિજય નામ પડ્યું.
(૨) શેઠ સૌભાગ્યચંદ શેઠે પૂજ્યશ્રીના ઉપદેશથી જામનગરથી ગિરનાર અને ગિરનારથી સિદ્ધગિરિનો સુંદર છરી પાલિત સંઘ કાઢ્યો. પૂજ્યશ્રીના ઉપદેશથી નીકળેલા સંઘોમાંનો આ પહેલો સંઘ હતો.
વ્યાખ્યાનમાં તત્ત્વવિષયો: શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના અષ્ટકજી જેવા ગંભીર ગ્રંથો અને શ્રી તત્ત્વાર્થાધિગમ જેવા તત્ત્વ ભરપૂર શાસ્ત્રોને વ્યાખ્યાનમાં સભા સમક્ષ વાંચવાનું કાર્ય પૂજ્યપાદશ્રીએ સફળ રીતે કર્યું. રાધનપુરમાં જ્યારે વ્યાખ્યાનમાં અષ્ટકજી ગ્રંથનું વાચન આરંભાયું ત્યારે ત્યાંના બહુશ્રુત શ્રોતાઓને ક્ષણભર એમ થયું કે આ ગ્રંથ અમુક પર્યાય સિવાય વાંચી ન શકાય. પૂજ્યશ્રીનો દીક્ષા પર્યાય ત્યારે ફક્ત ૭ વર્ષનો હતો.) ત્યારે પૂજ્યશ્રીએ શાંતિપૂર્વક અને ચપળતાપૂર્વક જવાબ આપ્યો – “ભાઈ, હું તો એમાં ૧૪ સ્વર અને ૩૩ વ્યંજન લખ્યા છે તે વાંચું છું. બાકી તમે કહો છો એવો નિયમ કોઈ ગ્રંથમાં મેં વાંચ્યો નથી. તમે વાંચ્યો હોય તો જણાવો.' પછી પૂજ્યશ્રીએ તેમના ચિત્તનું સમાધાન
૩૭૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો