________________
નેમિવિજયજી મ.સા. પાડવામાં આવ્યું. આ રીતે વિ.સં. ૧૯૪૫ જેઠ સુદ ૭ના નેમચંદભાઈ મુનિરાજ નેમિવિજયજી બન્યા.
માતા-પિતાની વ્યથાઃ સમજાવટ: લક્ષ્મીચંદભાઈ અને દિવાળીબહેન તાબડતોબ નેમચંદભાઈની દીક્ષાના સમાચાર મળતાં જ ભાવનગર પહોંચ્યા. નેમચંદભાઈને સાધુના વેશમાં જોતા દિવાળીબહેન છાતી કૂટવા લાગ્યાં, કલ્પાંત કિરવા લાગ્યાં. લક્ષ્મીચંદભાઈ ક્રોધે ભરાયા હતા તેથી ભાવનગરના મેજિસ્ટ્રેટને લઈ ઉપાશ્રયમાં આવ્યા અને પુત્ર પાછો મેળવવા અરજ કરી. મેજિસ્ટ્રેટે મુનિ નેમિવિજયજીની જુદીજુદી રીતે ઊલટતપાસ કરી અને છેવટે કહ્યું કે “આ છોકરાને બળજબરીથી દીક્ષા નથી અપાઈ પણ પોતાની જાતે પોતાની મરજીથી દીક્ષા લીધી છે. આથી લક્ષ્મીચંદભાઈ નિરાશ થયા. પછી લક્ષ્મીચંદભાઈને વૃદ્ધિચંદ્રજી મ.સા. અને નેમિવિજયજીએ બહુ સમજાવ્યા. અંતે નેમિવિજયજીએ એમને પૂછયું: આ કામ મેં જે કર્યું છે તે સારું કર્યું છે કે ખરાબ કર્યું છે? અંતે ધર્માનુરાગી લક્ષ્મીચંદભાઈ પરિસ્થિતિનો સ્વીકાર કરી, પૂજ્યશ્રીનો વૈરાગ્ય ને નિશ્ચલતા લલાટ ઉપર જોતા હર્ષ પામી, મહુવા પાછા ગયા.
શાસ્ત્રાભ્યાસઃ મુનિ નેમિવિજયજીએ ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી પાસે હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજીના સંસ્કૃતપ્રાકૃત ગ્રંથોનો શાસ્ત્રાભ્યાસ ચાલુ કર્યો. તેમને સંસ્કૃત વ્યાકરણ, અલંકારશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરવા સાથે રઘુવંશ', નૈષધીય વગેરેનો પણ અભ્યાસ શરૂ કરાવ્યો. પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા.ને સંગ્રહણીનો વ્યાધિ હતો. ઘણી પીડા અને તકલીફ હતી તેથી તેઓ છેલ્લા ૧૧ વર્ષ ભાવનગરમાં જ રહ્યા. તેથી નેમિવિજયજી વૃદ્ધિચંદ્રજી મ.સા.ની વેયાવચ્ચ પણ ઉત્તમ કોટિની કરે સાથે ઉચ્ચ શાસ્ત્રાભ્યાસ પણ કરે. તેઓ રોજના ૧૦૦ શ્લોકો કંઠસ્થ કરતા હતા. ચાર-છ મહિનામાં તો મુનિ નેમિવિજયજીની પ્રતિભા ખીલી ઊઠી. તેઓ પોતાના કરતાં ઉંમરમાં મોટા ગુરુબંધુ મુનિ ધર્મવિજયજીને (પછીથી આચાર્ય ધર્મસૂરિ કાશીવાળા) સંસ્કૃતનો અભ્યાસ કરાવવા લાગ્યા. ભાવનગરના પંડિતજી મણિશંકરભાઈએ તેમને સિદ્ધાંતચંદ્રિકા' ભણાવ્યા પછી હાથ જોડેલા કે હવે નેમિવિજયજીને મારે ભણાવાનું કશું રહ્યું નથી. હેમચંદ્રાચાર્યના વ્યાકરણ ઉપરાંત સિદ્ધાંતકૌમુદી' ભણવાનો વિચાર કર્યો. સિદ્ધાંતકૌમુદી' એટલે ૧૦,૦૦૦ શ્લોક પ્રમાણ પાણિનિનું વ્યાકરણ. આ વ્યાકરણ એકદમ કઠિન વ્યાકરણ કહેવાય છે. ભાનુશંકરભાઈ જેઓ રાજ્યના શાસ્ત્રી કહેવાય એમની પાસે ભણવાનું શરૂ કર્યું. પૂજ્યશ્રીએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી સિદ્ધાંતકૌમુદીનો અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ. ઘણા લોકો વ્યાકરણનો આરંભ કરતા હોય છે પણ વ્યાકરણનો આ સ્વરૂપે અંત કરનારા કેટલા ?? હજુ તો માંડલીમાં છે, માંડલીના જોગ કર્યા નથી, વડી દીક્ષા પણ થઈ નથી !!! આ પ્રતિજ્ઞા સાથે પૂજ્યશ્રીના ૧૦ તિથિના ઉપવાસ તો ચાલુ જ હતા !! અંતે અમદાવાદમાં પંન્યાસ શ્રી પ્રતાપવિજયજીના હસ્તે એમના છ વિગઈના ત્યાગ સહિત જોગ થયા અને ૩૭૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો