________________
પ્રાપ્ત કરવાની કેવી તીવ્ર ઝંખના હતી એમને !!
દીક્ષાર્થી નેમચંદભાઈનો ગૃહત્યાગઃ માણસ સામાન્ય રીતે લોખંડની સાંકળને તોડી શકે છે પણ જો મોહાધીન હોય તો તે સૂતરના તાંતણાને તોડી શકતો નથી. જેને અંદર મોહ હોય તેને બીજાનો મોહ સતાવે છે અને જકડે છે. પોતે સ્વયં જ્યારે નિર્મોહી હોય છે ત્યારે જ અળગા થઈ શકે છે. એક બાજુ લક્ષ્મીચંદભાઈએ મોહાધીન અવસ્થાના કારણે નેમચંદ ઉપર કડક નિયંત્રણો મૂકી દીધાં. તો બીજી બાજુ નિર્મોહી નેમચંદભાઈ ઘ૨માંથી છટકીને ભાગી જવાનો લાગ શોધી રહ્યા હતા. એ વખતે ગામમાં પિતાવિહોણા એક કિશોર દુર્લભજીને પણ દીક્ષા લેવાની ઇચ્છા હતી. એટલે નેમચંદભાઈએ એમની સાથે દોસ્તી બાંધી. બુદ્ધિ, ઉદારતા અને ચપળતા સાધી બંનેએ મહુવાથી ભાગી અડધી રાતે ઊંટ ઉપર બેસી ભાવનગર જ્વાનો નિર્ણય કર્યો. રાત્રે બંને ઘરમાંથી બહાનું કાઢી ઊંટવાળા પાસે પહોંચ્યા પણ ઊંટવાળાએ નીકળવાની ના પાડી. શુભ કાર્યો કરતી વખતે આવતા વિઘ્નોથી ડરીને પાછા ફરી જાય તેવા તેઓ ન હતા. તેથી નીડર એવા બંને કિશોર મિત્રો બાજુમાં કબ્રસ્તાનમાં આખી રાત સંતાઈને બેસી રહ્યા. અંતે સવારના ચાર વાગે તેઓ ઊંટ ઉપર સવાર થઈને ભાવનગ૨ જ્વા નીકળ્યા. અડધે પહોંચ્યા ત્યાં વરસાદ પડ્યો. રસ્તામાં એક નદી પાર કરવાનું સાહસ પણ કર્યું હતું. રાતે ફકીરની ઝૂંપડીમાં મુકામ પણ કર્યો. બીજા દિવસે તળાજા વગેરે ગામોમાં થઈ અનેક કષ્ટો વેઠીને અંતે ભાવનગર પહોંચ્યા. ત્યાં જઈને બંનેએ પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. પરંતુ મહારાજે કહ્યું કે માતાપિતાની સંમતિ વગર પોતે કોઈને દીક્ષા આપતા નથી.' દુર્લભજીને ત્યાં કાંઈ ખાસ વિરોધ ન હોવાના કારણે એમને દીક્ષા આપવાની વાતનો સ્વીકાર કર્યો. પરંતુ નેમચંદભાઈને દીક્ષા આપવાની તો સ્પષ્ટ ના કહી દીધી.
સ્વહસ્તે સંયમ સ્વીકારની વિરલ ઘટનાઃ સ્વયં સાધુવેશ સ્વીકાર : નેમચંદભાઈને માતાપિતાની સંમતિ મળવાની જ નથી તેની ખાતરી હતી. તેઓ બુદ્ધિશાળી હતા. એટલે એમણે એક અનોખો રસ્તો વિચારી કાઢ્યો. તેઓ પોતે મુંડન કરાવી આવ્યા. ઉપાશ્રયની ખીંટીએ લટકતો ચરવળો લઈ તેના ઉપર મલમલનું કપડું વીંટાળીને દોરી બાંધી દીધી ને ઓઘો બનાવ્યો. કપડો ચોળપટ્ટો જાતે લઈ, પહેરી લીધા. આ પ્રમાણે કરી, નવકાર ગણી, મહાવીર ભગવાનનું સ્મરણ કરી તેઓ ઓરડીમાં બેસી ગયા. નેમચંદભાઈને સાધુવેશમાં જોતાં વૃદ્ધિચંદ્રજી મ.સા. આશ્ચર્યચકિત થઈ ગયા. નેમચંદભાઈએ કહ્યું, ‘ગુરુમહારાજ, મેં મારી જાતે સાધુનો વેશ પહેર્યો છે, હવે હું છોડવાનો નથી. માટે આપ મને હવે દીક્ષાની વિધિ કરાવો.' આ હતી પૂજ્યશ્રીની નીડરતા અને ધ્યેયની નિશ્ચલતા. શાસન પ્રભાવનાના કોઈ પણ કાર્યમાં ડગવું પણ નહીં અને ડરવું પણ નહી. અંતે પરિસ્થિતિનો તાગ મેળવતાં પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. દીક્ષાની વિધિ કરાવી. સ્વર્ગસ્થ ગચ્છનાયક શ્રી મૂલચંદજી મહારાજનો ઓઘો એમને અપાયો. અને નેમચંદભાઈનું નામ મુનિરાજ શાસનસમ્રાટ પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર મ.સા. * ૩૭૩