________________
પણ સાચી શ્રી’ તો અંદરની છે. લક્ષ્મીચંદભાઈ પાસે અત્યંતર સંસ્કાર ઉચ્ચ કોટિના હતા. એટલે પિતૃપક્ષ અને કુળપક્ષ પવિત્ર હોય ત્યાં પૂજ્યશ્રી યોગભ્રષ્ટ આત્મા) જન્મ લે છે. અને જન્મીને પોતાની યોગ સાધના આગળ ધપાવે છે. એને યોગની સાધનામાં દાખલ થતાં પહેલાં શરૂઆતના તબક્કાઓ વટાવવા નથી પડતા. હાલના સમયમાં બુદ્ધિશાળી મુનિરાજોને જે કક્ષાએ પહોંચતા બાર વર્ષ વીતે છે તે કક્ષાએ પૂજ્યશ્રી અલ્પસાધનો દ્વારા માત્ર પાંચ જ વર્ષમાં પહોંચ્યા હતા. તે સમયમાં પુસ્તકો પણ સુલભ ન હતાં. અઢાર હજારી (૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ) ગ્રંથ તેમણે પાંચ વર્ષમાં કંઠસ્થ કર્યા હતા પછી લહિયા પાસે લખાવી અને લખાવ્યા બાદ તેને જાતે શુદ્ધ કર્યા. એટલા ઓછા પર્યાયમાં આવું શક્ય કઈ રીતે? તો આપણે માનવું પડે કે પૂર્વભવમાં એમની સાધના ચાલુ હતી તે પૂરી કરવા અહીં જન્મ લઈ સાધના આગળ ધપાવવા આવ્યા છે. તેથી જ તેઓ યોગભ્રષ્ટ આત્મા છે એમ માની શકાય.
અભ્યાસઃ પૂજ્યશ્રી ગુજરાતી સાત ચોપડી હરિશંકર માસ્તરની શાળામાં ભણ્યા. પછી ત્રણ વર્ષ પીતાંબર માસ્તરની અંગ્રેજી શાળામાં ભણ્યા. ભણ્યા પછી એક વર્ષ શ્રી કરસન કમાની પેઢીમાં નોકરી કરી. પણ આગળ ભણવાની ધગશ જોઈને લક્ષ્મીચંદભાઈએ ૧૫ વર્ષના દઢ આત્મવિશ્વાસવાળા, બુદ્ધિશાળી, વિનમ્ર, વિવેકી કિશોર નેમચંદને પૂ. વૃદ્ધિચંદ્રજી મ.સા. પાસે અભ્યાસ કરવા ભાવનગર મોકલ્યા. ત્યાં જઈને સંસ્કૃત ચોપડીઓનો અભ્યાસ રત્નવિજયજી અને શાસ્ત્રી પાસે એટલો ઝડપથી ચાલ્યો કે શાસ્ત્રોને એમ કહેવું પડ્યું, આણે તો બે વર્ષમાં મને આખો ને આખો ઓળંગી દીધો. આ દર્શાવે છે કે એમની ગ્રહણ કરવાની તત્પરતા અને ત્વરિતતા કેવી હશે.
વૈરાગ્યનો રંગ: જેમ જેમ અભ્યાસ કરતા ગયા તેમ તેમ ત્યાગ-વૈરાગ્યનો રંગ એમને લાગતો ગયો. એક સવારના પહોરમાં સૂતાં સૂતાં જ્યારે કોઈ પણ પ્રકારની ઉપદેશ શ્રવણની અવસ્થા નહોતી ત્યારે તેમને એક ઝબકારો થયો “સંયમ જીવનમાં જ મનુષ્યભવની સાર્થકતા છે. આ વૈરાગ્યનો રંગ એમને એ હદ સુધી લાગ્યો હતો કે દાદીમા ગુજરી ગયાના સમાચાર પિતાશ્રીએ લખ્યા, ત્યારે મહુવા જવાને બદલે તેમણે પિતાશ્રીને સંસારની ક્ષણભંગુરતા સમજાવતો પત્ર આ પ્રમાણે લખ્યો. ‘આ જન્મેલા માણસે અવશ્ય પરલોકે જવાનું છે. જે ધરમ કરશે એ એટલે અંશે સુખી થશે. માટે બીજી બધી આળપંપાળ કરવા કરતાં ધર્મ કરવો સારો છે.” પિતાશ્રીને શંકા થઈ કે આ દીક્ષા લઈ લેશે તો? એટલે તબિયતનું ખોટું બહાનું કાઢી મહુવા પાછા આવવા કહ્યું. નેમચંદ ગુણજ્ઞ સાથે કૃતજ્ઞ અને સમયજ્ઞ પણ હતા. મહુવા આવતા જ પિતાજીની યુક્તિ તેમને સમજાઈ ગઈ. માંડમાંડ બે દિવસ ત્યાં રહ્યા બાદ તેમને ઘર રીતસરનું કારાગાર લાગવા માંડ્યું. પિતાશ્રીની પાસે ભાવનગર પાછા જવાની ઈચ્છા જણાવી તો પિતાશ્રીએ એમને મનાઈ ફરમાવી. બસ મનમાં એક જ ભાવનાનું રટણ હતું કે દિક્ષા ક્યારે મળશે મને ? ચારિત્રધર્મ ૩૭૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો