________________
૬. પ્રેમ અને પૂર્ણતા : પાનાં ૭૧, પ્રકાશન : ઈ.સ. ૧૯૮૦, એશીયાટીક ચે. ટ્રસ્ટ, ૪૯, માઉન્ટ યૂનીક, ૬૨ પેડર રોડ, મુંબઈ-૨૬.
આ એક નિબંધની લઘુ પુસ્તિકા છે. પ્રેમ એ એક અલૌ િતત્ત્વ અને આત્માનો જ નિર્મળ ગુણ છે તેને અને તેના સાચા સ્વરૂપને સમજવાની વિચારણા લાંબો સમય (લેખકને) ચાલી. અને તેમાં બીજા ઘણા પ્રભુપ્રેમીઓના વચનોથી પ્રેરણા થઈ. આ નિબંધ માટે પ્રેમમાર્ગનો યાત્રાળુ પ્રેમગુણને વિકસાવી તેને પૂર્ણતા તરફ લઈ જઈ શકે છે એ વાત કરી. ખરો પ્રેમ છેવટે પરાભક્તિમાં પરિણમે, પ્રભુ પ્રત્યે પ્રેમ થઈ જાય અને એમ થતાં પ્રભુપ્રેમી પૂર્ણતાને પામે છે એ વિચાર ઉપસાવ્યો છે. ખરો પ્રેમ જ પૂર્ણતા અપાવે છે. જેનાં વચનોથી પ્રેરણા થઈ એ વિચારકોના પ્રેમ' અંગેના ઉદ્દગારો પુસ્તકના છેવટના વિભાગમાં નોંધ્યા છે, જે નવ છે. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં છે. એવા પ્રેરક છે શ્રીમદ્દ ભગવતુ, નારદ ભક્તિસૂત્ર, શાંડિલ્ય, સંત કબીર, શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી શિવાનંદજી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, પોંડીચેરીવાળા માતાજી, એક પ્રભુભક્ત વગેરે જેના વચનો અને નામોની નોંધ-સ્વીકૃતિ ગ્રંથની શરૂઆતમાં જ છે.
૭. ત્રણાનુબંધ (નિબંધ) : પ્રકાશન : ઈ.સ. ૧૯૮૦, લઘુ પુસ્તિકા પાના ૬૨.
દરેક જીવ ભવોભવના ભ્રમણ દરમિયાન બીજા જીવો સાથે સંબંધમાં આવે છે ત્યારે ગમા અને અણગમાના ભાવોથી લેણ-દેણના, શુભ અને અશુભ કર્મો બાંધે છે, આની સાંકળ તે ઋણાનુબંધ છે. ત્રણ એટલે કરજ અને તે અનુરૂપ ફળ દેનાર બંધ તે અનુબંધ છે.
ગુરુ અને શિષ્ય વચ્ચે પણ શુભ ઋણાનુબંધ હોય છે. જુદીજુદી ગતિના જીવો પણ ઋણાનુબંધના કારણે સંબંધમાં આવે છે, લેણદેણ પતાવતાં ગમતી અને અણગમતી પ્રવૃત્તિ કરે છે. આખો સંસાર ઋણાનુબંધના આધારે ચાલે છે, ચાલ્યા જ કરે છે.
જીવ રાગદ્વેષના ભાવો ન કરે તો આવા બંધથી છૂટા રહી શકે છે. વિશેષ તો, તેવા કર્મના ઉદય વખતે ફરી રાગ-દ્વેષ ન કરતાં નિ:સ્પૃહ રહી સહન કરી લે તો અનુબંધની સાંકળથી ફરી ન બંધાય, છૂટતો જાય છે.
આ બધી ચર્ચા વિસ્તારથી ૬૨ પાનાંના આ નિબંધમાં છે.
૮. જાતિસ્મૃતિ જ્ઞાન (નિબંધ) : પ્રકાશન : ઈ.સ. ૧૯૮૦ (લઘુપુસ્તિકા) પાનાં ૪૬.
આ ત્રણેય (ક્ર. ૬, ૭, ૮) નિબંધો પછીથી ઈ.સ. ૧૯૮૧માં અને ફરી સન ૧૯૯૬માં છપાયેલ બીજા નિબંધોની સાથે એકત્ર કરીને ૨૫૮ પાનાનું નવું પુસ્તક ‘આધ્યાત્મિક નિબંધો' એ નામથી શ્રેયસ પ્રચારક સભાએ પ્રકાશિત કર્યું છે.
જાતિસ્મૃતિ જ્ઞાન એ મતિજ્ઞાનનો જ એક પ્રકાર છે. તેના મુખ્યત્વે ૪ ભેદ છે : અવગ્રહ એટલે કે Perception, ઈહા એટલે કે Conception, અવાય 2/2€ Decision 244 ElLZBUL Bize } Retention. guldzyld sult GLEULZ
આત્મચિંતક શ્રી ભોગીલાલ ગિરધરલાલ શેઠ + ૩૬૭