________________
થઈ શકતું નથી, કોને થઈ શકે છે, તેના પ્રકારો, તે થવાના નિમિત્તો, વગેરે ચર્ચા તેવું જ્ઞાન જેને થયેલું તેના દચંતો સહિત, વિસ્તારથી કરી છે.
આવું જ્ઞાન ચારેય ગતિના જીવોને થઈ શકે છે. આવા જ્ઞાનમાં કેટલા ભવો જાણી શકાય વગેરે ઘણી ચર્ચા વિસ્તારથી ૪૬ પાનાંના આ નિબંધમાં કરી છે.
૯. અધ્યાત્મ જીવનગાથા : પ્રકાશન : સન ૧૯૭૭ આ ગ્રંથ સહજ લભ્ય નથી.
શ્રીમદ્ રાજચંદ્ર પોતાના આત્માને લગતા જે વચનોનો પ્રયોગ તેમના વિવિધ પત્રોમાં કર્યો છે તેને ક્રમપૂર્વક ગોઠવીને વાંચવામાં આવે તો જીવનના વિકાસનો ક્રમ સહેલાઈથી મુમુક્ષુ વાચકને સમજાય એ વિચારે આ ગ્રંથ તૈયાર કર્યો છે.
૧૦. આધ્યાત્મિક નિબંધો : પ્રથમ પ્રકાશન : ઈ.સ. ૧૯૮૧, પાના ર૬૦, શ્રેયસ પ્રચારક સભા, ૩૨, પ્રીસેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ ફરીથી પ્રકાશન : ઈ.સ. ૧૯૯૬, પાનાં ૨૫૮ પ્રકાશક : શ્રેયસ પ્રચારક સભા.
આમાં કુલ સાત નિબંધો છે. જેમાં અગાઉ નાની પુસ્તિકારૂપે (સન ૧૯૮૦) છપાયેલા ત્રણ નિબંધો સહિત નવા ચાર નિબંધો ઉમેરીને આ વિસ્તૃત પુસ્તક પ્રકાશિત કર્યું છે. આના વિષયો છે :
(૧) સપુરુષોના મંગળ ઉપદેશનો સાર. (૨) માટીમાંથી ઘડો તેમ જીવમાંથી શિવ થાય. (૩) પુષ્પ પર એક વિચાર (૪) આત્માનુભૂતિ (૫) જાતિસ્મૃતિ જ્ઞાન (૬) ઋણાનુબંધ (૭) પ્રેમ અને પૂર્ણતા
આ ત્રણ ૧૯૮૦માં ત્રણ અલગ અલગ પુસ્તિકા રૂપે પ્રગટ થયેલ તે અહીં સમાવિષ્ટ કર્યા છે.
આઠમા પ્રકરણમાં ૧૦ પાનામાં વિવિધ શાસ્ત્રોના અને મહાત્માઓના પ્રેમ સંબંધી વચનામૃતોની નોંધ લીધી છે.
નવમા પ્રકરણમાં આઠ પાનામાં પ્રેમપ્રશસ્તિ રૂપ દેશી અને વિદેશી મહાત્માઓના વચનોના ગુજરાતીમાં અને અંગ્રેજીમાં અવતરણો સંગૃહીત કર્યા છે.
૧૧. છેલ્લી ઘડીના અવસરે પ્રકાશનઃ ઈ.સ. ૧૯૮૧ સાવ નાની સાઈઝમાં પાનાં ૬૦, શ્રેયસ પ્રચારક સભા, ૩૨, પીં. સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૨.
છેલ્લે છઠ્ઠી આવૃત્તિ સન ૨૦૦૩માં છપાઈ છે.
ઈ.સ. ૧૯૭૭માં છપાયેલ “સમાધિમરણ પુસ્તકની બધી નક્કો જલદી ખપી જતાં બીજી સુધારેલી આવૃત્તિ છપાવવાનું નક્કી કર્યું, પણ તેમાં વિલંબ થતાં તેમાંના અંત ભાગમાંનું છેલ્લી ઘડીના અવસરે શીર્ષક હેઠળનું સર્વસામાન્ય ઉપયોગી લખાણ આ નાની પુસ્તિકરૂપે તાત્કાલિક છપાવી લીધું. ગંભીર માંદગી કે જીવનનો ૩૬૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અલા-આરાધકો