________________
૩૩૮, પ્રકાશક : સદ્ગત શ્રી નગીનદાસ ગિ. શેઠના ટ્રસ્ટીઓ, ૫૦૫, કાલબાદેવી, મુંબઈ-૨
લેખક શ્રી પ્રસ્તાવનામાં લખે છે કે ‘શ્રી રાજચંદ્ર' ગ્રંથમાંની જુદાજુદા વિષયોની માહિતી કક્કાવારી પ્રમાણે ક્રમવાર ગોઠવીને Reference Book તરીકે ઉપયોગી થાય એવું આ પુસ્તક બનાવ્યું છે.
૪. સમાધિમરણ : પ્રકાશન વર્ષ : ઈ.સ. ૧૯૭૭, પાનાં ૨૧૮, પ્રકાશક : એમ. એમ. મહેતા, ૩૫, મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧
આ પુસ્તકમાં મૃત્યુની અવશ્યતા, મરણના પ્રકારો, સમાધિમરણ, અસમાધિમરણ, મૃત્યુ વખતે થતું દુઃખ, મરણ પ્રસંગ પરથી લેવાનો બોધ, તે સમયે થતી પ્રક્રિયા, સમાધિમરણ માટેની પૂર્વતૈયારી, એ સમયે જરૂરી અંતિમ આલોચના વગેરે વિચારણાઓ અને માર્ગદર્શન દર્શાવ્યા છે. મનુષ્યદેહ સાર્થક થાય અને મરણ સમાધિપૂર્વક થાય એ અંગે બનેલા બનાવોના દૃષ્ટાંતપૂર્વક લાભકારી લખાણ છે. છેલ્લી ઘડીએ જ્ઞાનીના ટૂંકા મંત્રસ્વરૂપ વચનો હળવેથી બોલવાની ઉપયોગિતા બતાવી. જેવી ભાવના એવી સિદ્ધિ એ ન્યાયે શ્રેષ્ઠ ભાવનાઓ ભાવવાની ભલામણ કરી છે.
૫. નિર્દેશ માર્ગનું રહસ્ય : પ્રકાશન ઃ ઈ.સ. ૧૯૭૭ (પત્રાંક ૧૭૨) પ્રકાશકઃ એ. એમ. મહેતા, ૩૫, મોરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, મુંબઈ-૧ પાનાં ૧૫૮.
શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના શિષ્ય મુનિશ્રી લલ્લુજીને લખેલા બે પત્રો ક્ર. ૧૭૨ અને ૮૭૫માંની વસ્તુનું વિવેચન આ ગ્રંથમાં છે. સહુને હિતકારી થાય એવો બોધ નિર્વાણમાર્ગ માટેના, હ્રદયપૂર્વકની આરાધનાથી જેનાથી મુક્તિ મળે એ માટેના સાત બોલ સહિત ક્રમવા૨ માર્ગનું અદ્દભુત વર્ણન કર્યું છે. – નિરંતર ઉદાસીનતા, વિરાગતા સેવવી.
સત્પુરુષની ભક્તિ એટલે કે એના પ્રત્યે સમર્પણતા કેળવવી, એની આજ્ઞા પાળવી.
સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ, ચિંતન, મનન કરવું જેનાથી જીવનમાં ગુણો અને શુદ્ધિ વધે.
- સત્પુરુષના લક્ષણો જેવાકે ચૈતન્યમય ચિત્તની દશા, આત્મામય ઉપયોગ (ધ્યાન), એમના વચનો અને એની ઉપકારીતા, વગેરે વિચારવા.
– સત્પુરુષોની મુખાકૃતિ અને આંખમાં પ્રકાશિત થતા આત્મિક ગુણો જેવા કે શાંતભાવ, કરુણા અને ક્ષમાભાવ વગેરેનું અવલોકન કરવું. આનાથી આરાધક દર્શકના અંતરમાં અહોભાવસહ તેના વચનોમાં શ્રદ્ધા દૃઢ થાય છે..
જ્ઞાનીના મન, વચન, કાયાની દરેક ચેષ્ટાના રહસ્યોનું ચિંતન કરવું. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન ત્રણે યોગની એકતાપૂર્વક કરવું. આમ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા જ મોક્ષ માર્ગ ખોલી આપે છે.
૩૬૬ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો