________________
ધાર્મિક કાયાપલટ કરે છે, અને કોડાય ગામને “કચ્છનું કાશી કેવી રીતે બનાવે છે એનો આ બોલતો ઇતિહાસ છે.
ક્રિયોદ્ધાર ગુરુદેવ શ્રી હર્ષચંદ્રસૂરિજીના સતત સાનિધ્યમાં રહીને જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. તે ગ્રંથોના મહિમાની ઊંડાઈ પણ શ્રી કુશલચંદ્રજીએ પામી હતી. તેઓ તીવ્ર મેધાવી અને ગંભીર, વિચારશીલ વ્યક્તિ હતા.
યતિજીવનની અશુદ્ધિ અને અપૂર્ણતા શ્રી કુશલચંદ્રજી મ.સા.થી અજ્ઞાત રહી ન હતી. યતિઓ એ સમયમાં ઘણી છૂટછાટો ભોગવતા. મકાન, સોનું-ચાંદી, પૈસા વગેરે પરિગ્રહ રાખી શકતા, વાહનનો ઉપયોગ કરતા. આ બધું શ્રી કુશલચંદ્રજી મ.સા. માટે અસહ્ય હતું. સંવેગી સાધુજીવન અપનાવવા માટે શ્રી કુશલચંદ્રજીએ ભરપૂર પ્રયાસો કર્યા. અને તેમાં સફળતા પણ મળી હતી.
વિ.સં. ૧૯૩૮ના વૈશાખ સુદ-૧૨ના દિવસે માંડલ સંઘે શ્રી કુશલચંદ્રજી મહારાજને ‘ક્રિયોદ્ધારની વિધિ માટે માંડલ પધારવાની વિનંતી કરવાથી મહારાજ સાહેબ માંડલ પધાર્યા હતા. માંડલના ભાઈચંદજી ભ્રાતૃચંદ્રજી)એ શ્રી કુશલચંદ્રજી મહારાજના વરદ હસ્તે ‘ક્રિયા-ઉદ્ધાર કરી સંવેગી દીક્ષામાં પ્રવેશ કર્યો. માંડલના સુજ્ઞ અને ભાવિક સંઘે આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીમાં કોઈ કચાશ રાખી નહિ. પાર્જચંદ્ર ગચ્છના તે સમયના ગચ્છાધિપતિ શ્રી હેમચંદ્રસૂરિજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
દીવામાંથી દીવો પ્રગટે તેમ, પાર્જચંદ્રગચ્છમાં સંવેગી પરંપરાનો શુભારંભ કરનાર શ્રી કુશલચંદ્રજી મહારાજ હતા. શ્રી ભ્રાતૃચંદ્રજીએ સંવેગમાર્ગની દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓ હોનહાર મહાપુરુષ હતા. પ્રતિભાશાળી, પ્રતાપી અને પુણ્યશાળી એવા શ્રી ભ્રાતૃચંદ્રજી આગળ જતાં તે સમયના શ્રમણ સંઘના એક તેજસ્વી નક્ષત્ર બન્યા. ભ્રાતૃચંદ્રજીને મુનિ જીવનની તાલીમ આપવા, યોગ, તપશ્ચર્યાસાધના કરાવવા માટે શ્રી કુશલચંદ્રજી મહારાજ સાહેબનું ચોમાસું માંડલમાં જ થયું. શ્રી ભ્રાતૃચંદ્રજી થોડાંક વર્ષો શ્રી કુશલચંદ્રજી મહારાજ સાથે જ વિચર્યો. શ્રી ભ્રાતૃચંદ્રજી દ્વારા લખાયેલા પત્રોમાં શ્રી કુશલચંદ્રજી મહારાજ પ્રત્યે શિષ્યભાવ નમ્રતા, ભક્તિ | શ્રદ્ધાનાં દર્શન થાય છે.
શ્રી કુશલચંદ્રજી મહારાજના વ્યક્તિગત જીવન અને કાર્યનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો તે શબ્દ છે : “સંવેગ.’ તીવ્ર વૈરાગ્ય, ઉત્કૃષ્ટ આચરણ, સંયમ પાલનમાં દઢતા – “સંવેગ' શબ્દ આ બધી ભાવનાઓને આવરી લે છે. મુનિજીવનમાં શિથિલતાનો અંત આણી આચારશુદ્ધિનું પુનઃ સ્થાપન કરવામાં શ્રી કુશલચંદ્રજી મહારાજનો મુખ્ય ફાળો છે.
કચ્છ જૈન સંઘમાં યતિવર્ગમાંથી નીકળેલા કેટલાક સત્ત્વશાળી ધર્મવીર પુરુષોએ શુદ્ધ સાધુજીવનની પરંપરા – સંવેગી પરંપરા’ પુનઃ જીવિત કરી.
સંવેગી – વાચનાચાર્ય શ્રી કુશલચંદ્રજી મ.સા. + ૩૪૧