________________
અવાજે ઉત્તર આપ્યો : “અમે ખોટું કામ કર્યું હોય તો વડીલોને શરમાવું પડે. અમે તો ઉત્તમ માર્ગ લીધો છે. સંયમ તો મળી ગયેલ છે હવે મળેલા સંયમને છોડી, પાછા સંસારમાં જઈએ એ તો મૂર્ખાઈ જ કહેવાય. સો વાતની એક વાત કે : અમારે સંસારમાં પડવું નથી.”
કુશલચંદ્રજીના પિતા અને અગરચંદ્રજીના પિતાના મનમાં પરિવર્તન આવ્યું. પોતાના પુત્રોનો (મુનિઓ) વૈરાગ્ય ઉત્કટ છે, નિશ્ચય દઢ છે. ભલેને એ લોકો આત્મકલ્યાણના માર્ગે જાય ! આવા વિચાર પરિવર્તનથી બંનેના પિતાઓએ પોતાના પુત્રોને સાધુ થયાની રજા આપી દીધી. આથી કુશલચંદ્રજી અને બીજા અગરચંદ્રજી મુનિના વડીલોની સંમતિ મળી ગઈ. પરંતુ બીજા ૩ મુનિઓના વડીલોએ બળપ્રયોગ કરી દરબાર સાહેબ પાસેથી પોતાના પુત્રોને ઉઠાવી જવાનો હુકમ મેળવી લીધો. (૧) હેમચંદ્રજી (૨) બાલચંદ્રજી અને (૩) ભાનુચંદ્રજી ત્રણે મુનિઓને બળજબરી ગાડામાં બાંધીને કચ્છ તરફ પ્રયાણ આદર્યું.
શ્રી હર્ષચંદ્રસૂરિજીએ જૈન સંઘમાં જાગૃતિ લાવવા, યતિઓનું પ્રાબલ્ય વધતું અટકાવવા, સાધુ સંસ્થા પુનઃ શુદ્ધ સાધુત્વના મૂળમાર્ગે ચડી જાય એવી ઈચ્છાથી તેઓ સંવેગ માર્ગનો જ ઉપદેશ આપતા. અન્ય ગચ્છના યતિઓ અને સાધુઓ પણ તેમના પ્રત્યે ઘણો આદર ધરાવતા હતા.
અન્ય ધર્મના સંતો, સંન્યાસીઓ પણ તેમની પાસે આવી વિચાર વિનિમય કરતા. શ્રી હર્ષચંદ્રસૂરિજી પોતાની ગુણગ્રાહી અને સૌમ્ય પ્રવૃત્તિથી સૌનો પ્રેમ સંપાદન કરી લેતા. ગુરુજી પાસે મહાપુરુષોની આવજાવ થતી રહેતી હોવાથી સમાગમનો લાભ શ્રી કુશલચંદ્રને પણ મળતો. એમાં અમુકની પાસે શ્રી કુશલચંદ્રજીએ અભ્યાસ પણ કરેલો. - શ્રી હર્ષચંદ્રસૂરિજીએ સતત સાત ચોમાસાં પાલિતાણામાં જ કર્યા. આ સમય દરમિયાન શ્રી કુશલચંદ્રજીએ જ્ઞાનમાં સારો વિકાસ સાધી લીધો. આચારમાર્ગનું તથા શાસ્ત્રીય તથ્યોનું રહસ્ય જ્ઞાન સારી રીતે મેળવ્યું. તથા શ્રી સિદ્ધગિરિની નવાણું યાત્રા બે વાર વિધિપૂર્વક કરી લીધી.
શ્રી કુશલચંદ્રજી ગુરુનિશ્રામાં સાત વરસ રહીને જે જ્ઞાનોપાર્જન કરેલું તેના આધારે અને શ્રી ગુરુદેવના જીવનમાંથી મળેલી પ્રેરણાના બળે સ્વસ્થ હતા. ધૈર્ય ધારણ કરી ગુરુદેવ શંખેશ્વરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાથી એમણે જીવનનું સ્વતંત્ર પ્રસ્થાન આરંભ્ય.
શ્રી કુશલચંદ્રજીના જીવનચરિત્રમાં સમગ્ર કચ્છના તત્કાલીન જૈનસમાજનો ઇતિહાસ ગૂંથાયેલો આપણને સાંપડે છે. આજથી બસોક વર્ષ પૂર્વે એટલે કે જ્યારે કચ્છમાં જનજીવન અત્યંત પરિશ્રમભર્યું અને કઠોર હતું, વાહનવ્યવહારમાં માત્ર ઊંટ, બળદગાડું અને વહાણ જેવા ઉપલબ્ધ સાધન હતાં અને શિક્ષણના નામે લગભગ શૂન્યાવકાશ હતો, ત્યારે શ્રી કુશલચંદ્રજી કેવો પુરુષાર્થ કરી કચ્છની
૩૪૦ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો