________________
પાર્જચંદ્રગચ્છમાં અને કચ્છ, કાઠિયાવાડ, માંડલ પ્રદેશમાં સંવેગમાર્ગનું નવસર્જન કરવાનું કામ જાણે શ્રી કુશલચંદ્રજી મહારાજને ફાળે આવ્યું હતું. કુશલચંદ્રજી મહારાજ આવા ક્રિયોદ્ધાર’ મહાપુરુષોની માળાના એક તેજસ્વી મણકા હતા. શ્રી કુશલચંદ્રજી મહારાજના જીવનમાં તપ, ત્યાગ, સંયમ હતા અને તેઓ ધર્મગ્રંથોના અભ્યાસી-ચિંતક હતા.
કચ્છમાં સંવેગી સાધુઓનો વિહાર અલ્પ હોવાથી ધાર્મિક ક્ષેત્રે યતિઓ – ગોરજીઓનું વર્ચસ્વ હતું. શ્રાવકોમાં અજ્ઞાન અને કુરિવાજો વ્યાપક બન્યા હતા. શ્રાવકાચારનો ખ્યાલ બહુ ઓછા લોકોને હતો. વ્યવહારિક જ્ઞાન પણ ઓછું હતું, ત્યાં ધાર્મિક જ્ઞાન ઓછું હોય તેમાં શી નવાઈ ? આવા અંધકારમાં મહારાજશ્રીએ જાગૃતિની ચેતના જગાવી. ધર્મક્ષેત્રે નવચેતન આણ્યું. સામાજિક અને ધાર્મિક વ્યવહારોમાં સુધારા દાખલ કર્યા. શ્રાવકોને ધર્મજ્ઞાન આપ્યું. સાધુ સંસ્થાને મજબૂત કરી. આ અર્થમાં તેઓશ્રીને ‘કુલગુરુનું બિરુદ પ્રાપ્ત થયું હતું. શ્રી કુશલચંદ્રજી (કુલગુરુ)ના નિર્મળ ચારિત્ર્યથી અને વાત્સલ્યમય માર્ગદર્શનથી ઉપકૃત બનેલા શ્રાવકવર્ગ અને સાધુવર્ગે સ્વયંભૂ ભક્તિથી પ્રેરાઈને વાચનાચાર્ય મંડલાચાર્ય ગણિ” જેવી માનવાચક પદવીઓથી શ્રી કુશલચંદ્રજી મહારાજને નવાજ્યા હતા. સમગ્ર કચ્છ ગચ્છભેદભાવ ભૂલીને તેમને ગુરુ માનેલા.
શ્રાવક વર્ગનો પ્રેમ તેઓશ્રીએ મેળવ્યો, પણ યતિ - ગોરજી વર્ગનો સદ્ભાવ પણ તેઓ જીતી શક્યા. તેમના જીવનનો ઊડીને આંખે વળગે એવો ગુણ હતો : ઋજુતા, સરળતા. તેઓનું જીવન પ્રાંજલ સરલતાનું જીવંત ઉદાહરણ હતું. હસ્તલિખિત ગ્રંથોનો એક વિશાળ સંગ્રહ તેમણે કર્યો હતો. આ શાસ્ત્રસંગ્રહ કચ્છના કોડાય જૈન સંઘને સોંપાયો હતો. હજી ત્યાં તે સુરક્ષિત છે.
સાધ્વી સંઘ શ્રી પાર્જચંદ્રગચ્છમાં મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી મહારાજે સાધ્વીસંઘની નવેસરથી સ્થાપના કરી હતી. સર્વપ્રથમ શ્રી શિવશ્રીજી, જ્ઞાનશ્રીજી, અને હેમશ્રીજી એ નામની ત્રણ સાધ્વીઓની દીક્ષા વિ.સં. ૧૯૪૭માં થઈ. તે પછી તેઓશ્રીના હાથે (હસ્તે) અનેક દિક્ષાઓ થઈ.
શ્રી કુશલચંદ્રજી મહારાજ પોતાની નિર્મળ સરળ પ્રજ્ઞા વડે જૈન ધર્મગ્રંથોના હાર્દને પામી શક્યા હતા. તેમનાં પત્રોમાં આ બાબતની પ્રતીતિ થાય છે, તેનો સારાંશ આપણા હૃદયને સ્પર્શી જાય છે.
પ્રમાદ ન કરશો. કોયે (કોઈ) સંગાથે ચરચાવાદ ન કરવું. સરવે ઉપર સમભાવે વરતવું. વળી શ્રી કુશલચંદ્રજી ગણિવર લિખિત આધ્યાત્મિક લેખમાંના વાક્યો
૩૪૨ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો