________________
આવા તપોનિધિ, ૫૨મ જ્ઞાની, ઈશ્વરભક્ત, સેવારત્ન, સંસારસાગરના ચતુર નાવિક, અનુપમ આત્મયોગી અને મૃત્યુંજય ઋષિતુલ્ય સુશ્રાવક રૂપચંદજીને નમન કરીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ મહામાનવનું જીવન આપણને સર્વદા પ્રેરણા અને પથદર્શક રૂપ બની રહો.
એમના પુત્રો વલ્લભભાઈ અને મંગળભાઈ તેમજ પરિવારે ૨૦, ૨૧ અને ૨૨મા જૈન સાહિત્ય સમારોહનું યજમાનપદ સ્વીકારી - શોભાવીને જ્ઞાનાંજલિ દ્વારા પિતા-ભ્રાતાને શ્રદ્ધાંજલિ અર્પી છે એમાં આપણે પણ આપણા આત્મભાવની એક પાંખડી ઉમેરીએ અને કવિ ન્હાનાલાલના પિતૃતર્પણ’ કાવ્યની કેટલીક પંક્તિઓને સ્મરીએ :
“છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામના જેવું, હૈડું જાણે હિમાલય. શ્વેત વસ્ત્રો સદા ધાર્યાં, પ્રાણની શ્વેત પાંખ શા, તે જ વાઘા સજી જાણે, ફરિશ્તો કો મનુષ્યમાં. સહવારે સાંજરે જેવો, તપે ભાનુ દિને દિને, શીળા શીળે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને. નિત્ય જીવનમાં મહાયોગી, તત્ત્વચિંતક ચિંતકો, ચતુર હતા સંસારે, તપોવને તપસ્વી મહીં. શું શું સંભારું? ને શી શી પૂજું પૂણ્યવિભૂતિએ પૂણ્યાત્માનાં ઊંડાણો તો, આભ જેવાં અગાધ છે.”
વિશ્વના સમગ્ર માતા-પિતાને આપણા વંદન હજો. સૌજન્યઃ પ્રબુદ્ધ જીવન' તા. ૨૬ ૧-૧૪
38
• ધનવંત શાહ
drdtshah@hotmail.com મો. 9820002341