________________
આત્માના પ્રત્યેક ગુણને અનુભવમાં ઉતાર્યા હતા. જીવન એક પ્રયોગ બની ગયું હતું. કેવી રીતે પોતાના આત્માને સતત પ્રયત્નથી પરમાત્મારૂપ બનાવી શકાય, અથવા જિનેશ્વર, ઈશ્વરની કેવી રીતે ભક્તિ કરીએ જેથી આત્મા પવિત્ર બને.
એક ઉદાહરણ : નાનપણથી જ ચૌદશનો ઉપવાસ રાખતા હતા. કેન્સરની બીમારીમાં પણ તેમણે તે ચાલુ રાખ્યો હતો. થોડાંક વર્ષો પહેલાં તેઓ પોતાની પુત્રી પુષ્પાને ત્યાં અમેરિકા ગયા હતા. તેણે કહ્યું કે, “મારા ઘરે ખાવાનું બંધ ન કરશો, આ ચૌદશે ઉપવાસ ન રાખશો. મારે ત્યાં વળી પાછા તમે ક્યારે આવશો?” તેમણે તરત જ વાત માની લીધી. મુંબઈ પાછા આવીને તેના બદલામાં અનુકૂળતા મુજબ ત્રણ દિવસના ઉપવાસ કરી લીધા.
અધ્યાત્મનો અર્થ જ, આત્માની સમીપ’, ‘આત્મા પ્રેરિત થાય છે. જ્યારે મિથ્યાત્વ સહજ રીતે છૂટી જાય છે, ત્યારે દરેક કાર્ય કરતી વખતે સાધક સમતા અને આત્મામાં જ દૃષ્ટિ રાખે છે. તેનું જીવન આ જ દર્શાવે છે. પૂ. આનંદઘનજી મ.ના બે પદ તેમની દૃષ્ટિ માટે યોગ્ય રીતે લાગુ પડે છે :
ચારો ચરન કે વાસતે ગૌઆ વનમેં જાય, ચારો ચરે ચૌદિશી ફિરે, પન બાકી નજર બિરિયા માંય, ચારપાંચ સહેલિયાં મિલ, પાની હિલહિલ જાય,
તાલી દીયે, ખડખડ હસે, બાકી નજર ગગરિયા માંય. અર્થાત જેવી રીતે ગાય ચારે દિશામાં ચારો ચરતી ફરે છે, પરંતુ તેનું ધ્યાન તો વાછરડામાં જ હોય છે, જેમ ચાર-પાંચ બહેનપણીઓ પાણી ભરવા જાય, તાલી દે, ખડખડ હસે પરંતુ તેમનું ધ્યાન તો તેમની ગાગર ઉપર જ હોય છે, તેવી જ રીતે જ્ઞાનીની દૃષ્ટિ સંસારના તમામ કામ કરતાં, છતાં આત્મા પર જ રહે છે.
સંસારની સર્વ જવાબદારી અદા કરતાં, ખેલકૂદ ખાન-પાન, વેપારવ્યવહાર બધામાં રસ લેવા છતાં, તેમની દૃષ્ટિ પોતાના ઉજ્જવળ આત્મા પર મંડાયેલી રહેતી હતી. દરેક કાર્ય દ્વારા જાણે કે તેને અધિક ઉજ્વળ બનાવવાનો પ્રયત્ન ચાલુ હતો. આવા વિરલા અનેક જન્મોમાં પણ દુર્લભ, વિશ્વવંદ્ય પૂજ્ય બાપુજીને અમારા સૌનાં કોટિ કોટિ વંદન.
37