________________
ત્યાગીને ભોગવી જાણો એવા ઉપનિષદનું તેઓએ અક્ષરશઃ પાલન કર્યું હતું. તેમણે આ જીવનસત્યને સમજી લીધું હતું. એની પ્રમુખ પ્રતીતિ એ એમનો બિનસાંપ્રદાયિક સ્વભાવ હતો. બીજું સંસારમાં ખાસ તો મનુષ્યજન્મ મળવાથી દરેક પરિસ્થિતિમાં સુખી રહેવાની સહજ વૃત્તિ.
ઈશ્વરનું દરેક માન્ય સ્વરૂપ તેમને માટે વંદનીય હતું. ઘ૨માં વિભિન્ન દેવી દેવતાનાં અનેક ચિત્રો, શૉ-પીસ, કૅલેન્ડર વગેરે હોય જ. દરરોજ તેઓ કૃષ્ણ, શંકર, દત્તાત્રેય બધાની સમક્ષ એટલી જ શ્રદ્ધાથી ધૂપ દીપ કરતા, જેટલી શ્રદ્ધાથી તેઓ મહાવીરસ્વામીની સમક્ષ કરતા. તેમનો ભગવાન આખરે કોણ હતો?
તેમના માટે ઈશ્વર, એ તત્ત્વ હતું, જે સંસારના મોહ અને અસ્થિર સ્વભાવના જીવોમાં જાગૃતિ લાવવાની પ્રેરણા આપતું હતું, સહાયતા કરતું હતું. અથવા કહો કો જાગૃતિ અને કરુણાનું પ્રતીક હતું. લાખો કરોડો નવકાર જપવા છતાં તેમના મનમાં પોતે જૈન પરિવારના છે એવો ભાવ ન હતો. આ મહામંત્રના મુક્ત આત્માઓ અને સાધુજનોના ગુણોના શરણે જવું એ સર્વ મંગળ સાધવાની યુક્તિ છે, આ જ વાત ઉપર તેમનું લક્ષ્ય હતું. નવકા૨ મંત્રમાં પંચપરમેષ્ટીના ૧૦૮ ગુણોનું રટણ તેમના મનમાં સતત ચાલ્યા કરતું. આ જ કારણ હતું કે સર્વ તપ કે નિયમો પાળવા છતાં જરા પણ આળસ કે રૂઢિના પટ ચઢવા દેતા ન હતા. દરેક ક્ષણે જાગૃત, પ્રતિક્ષણ સચેત.
માનવ જીવનનો પૂરેપૂરો લાભ લેવા માટે જ તેમણે ગીતાના તમામ યોગો એકસાથે અપનાવ્યા હતા કર્મઠતા, ભક્તિ, જ્ઞાનધ્યાન અને કર્મસંન્યાસ. તેમની વ્યાપક દૃષ્ટિના બે બીજાં ઉદાહરણો ઃ તેમની એક યોજના જે પૂ. વિજ્યધર્મસૂરિજી સ્થાપિત યશોવિજય સંસ્કૃત પાઠશાળા'થી પ્રેરિત હતી, તે હતી જૈન પંડિતો તૈયા૨ ક૨વાની. પરંતુ તેઓ સાથે સાથે એમ પણ કહેતા કે આ યોજના અંતર્ગત ૨૫ હિન્દુ પંડિત તથા ૨૫ મુસ્લિમ અને ખ્રિસ્તી પંડિતોને પણ તૈયાર કરો અને તેમના યોગક્ષેમનો ખર્ચ ઉપાડો. તે સમજતા હતા કે સર્વ પરંપરાઓમાં રૂઢિ અને વ્યક્તિપૂજા વધી રહી છે, તત્ત્વ અને સત્ત્વનું જ્ઞાન ઘટી રહ્યું છે. આટલા માટે જ જાણકારોને તૈયાર કર્યા સિવાય જાણકારીનો વધારો થઈ શકે નહીં.
-
કષાયમુક્તિ જ એમનો ધર્મ હતો, સ્વધર્મ હતો અને તેનું શરણ તેમણે અપનાવ્યું હતું. ભક્તિ, તપ, વાંચન, ચિંતન, ધ્યાન, સેવા વગેરે કરતાં તેમણે
36