________________
ઉંમરે ઘરમાં માતાનું સ્થાન સંભાળ્યું હતું. પોતાના ગાઢ પ્રેમથી, સાહસ અને સમજથી પોતાના પરિવાર અને અગણિત લોકોને પ્રેમથી રહેવાનું શીખવ્યું અને રસ્તો બતાવ્યો. માણેક ભાઈસાહેબે ભેંશાલી પરિવારમાં સંસ્કાર, સમૃદ્ધિ અને વિકાસ ત્રણેના પાયા નાંખ્યા હતા અને તેના યશમાં ચાર ચાંદ લગાડ્યા હતા. માણેક પિતાના તો શ્રવણ જ હતા. જીવનમાં માણેક દ્વારા જેટલું સુખ અને સન્માન મળ્યું હતું તેટલું કોઈનાથી મળ્યું ન હતું. એવો પુત્ર અચાનક ચાલ્યો જાય અને તેઓ કહે, જે થાય છે તે સારા માટે.' સંસારી માટે આ માનવું કે જાણવું અત્યંત અઘરું છે. ફરી પાછી તે જ અટલતા, એક શબ્દ નહીં, એક આંસુ નહીં, જીવન પૂર્વવત્.
દરેક વખતે તે મૃત્યુને અંગૂઠો દેખાડતા. દરેક પરિસ્થિતિમાં તેઓ કાંઈક ને કાંઈક સારું જ જોતા હતા. પુત્રીઓ ગઈ તો કહ્યું, જુઓ દુઃખ જોયું નહીં અને સધવા તરીકે જઈ રહી છે.' પુત્રી પછી જમાઈ ગયા તો પણ તે જ પત્નીના વિયોગનું દુઃખ જોયું નહીં.” વગેરે.
ડિસેમ્બર, ૨૦૦૫માં જી. ટી. હૉસ્પિટલની એક સીડી જે તેઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેતા ન હતા, તેના ઉપ૨થી તેઓ પડી ગયા. ઊતરતી વખતે વિચારતા હતા કે, આનું હું સમારકામ કરાવીશ,' પોતે જ પડી ગયા. નાની વહુ મીનુ વર્ષોથી એમના સેવાકાર્યમાં જોડાઈ ગઈ હતી. આજે પણ એણે એ ક્રમ જાળવી રાખ્યો છે. તેનો ફોન આવ્યો. સમાચાર મળતાં જ હું દોડ્યો, તેઓ અધિક્ષકના ઓરડામાં બેઠા હતા, મેં ગભરાઈને પૂછ્યું, ‘શું થયું બાપુજી? સાંભળ્યું છે કે હાડકું ભાંગ્યું છે?” તેમણે કહ્યું, બહુ સારું થયું. છેલ્લા પગથિયેથી પડ્યો, છેક ઉ૫૨થી પડ્યો હોત તો?” હાથમાં કાચો પાટો હતો અને ચહેરા પર હાસ્ય. જીવન માટે પ્રેમ હતો, પરંતુ કાયાની આસક્તિ નહોતી.
પ્રત્યેક શ્વાસ ઋણરૂપ માનતા હોય એવી રીતે એઓ જીવન જીવ્યા. હું કઈ રીતે દરેક ક્ષણે સ્વસ્થ રહું જેથી મારું જીવન અન્યને ઉપયોગી થાય અને જીવન પ્રસન્ન રહે.’ દુઃખી દેખ કરુણા જગે સુખી દેખ મન મોદ’ દુઃખીને જોઈને મનમાં કરુણા જાગે, સુખીને જોઈને મન પ્રસન્ન થાય. ઉચ્ચતમ બ્રહ્મવિહારી અધ્યાત્મભાવ તેમણે નિભાવ્યો.
આ જીવન એમનો યશ હતો. તેન ત્યક્તેન ભૂંનીયા:' અર્થાત્
35