________________
પ્રભુ મારે તારા મારગ જાવું, જો આ મનડું માની જાય... મારગ જાણું? પંથે ચાલું ? ધીરજ ખૂટી જાય; ઈન્દ્રજાળમાં પંથ ભૂલું હું દિલડું ત્યાં ભરમાય.. પ્રભુ. જ્ઞાન-ધ્યાનનાં શીતલ પાણી... તે મુજથી ના પીવાય; મોહ-મદિરા જામ પીધા મેં પગલાં લડથડ થાય... પ્રભુ. ગુરુવરના સથવાર મળે પણ.... મુજથી ના જળવાય; દુર્જનના મેં સંગ કર્યા ને હાલ બેહાલ થવાય... પ્રભુ. સહેલ અનંતની સામે ભાળું... તો ય ના ઉડાય, સોનાને પિંજર લલચાણું પંખીડું પીંખાયપ્રભુ. કોઈ મહામાનવ મરજીવા. પંથે લઢતા જાય, સોનાનો સૂરજ ઊગ્યો. પણ ઘેન નયન ઉભરાય.. પ્રભુ. પરમ પુરુષ પરમેશ્વર મળતાં... જનમ જનમ દુઃખ જાય; પ્રિયદર્શન હવે મારગ ચાલો ! વેળા વીતી જાય.... પ્રભુ. પ્રભુ મારે તારા મારગ જાવું, જો આ મનડું માની જાય.... જો આ દિલડું માની જાય.. જો આ ચીતડું ચેતી જાય.
* ચંદ્રિકા કે. શાહ ખારવાડો, ખંભાત-388620 જિ. આણંદ (ગુજરાત)
મો. 9828564948
૨૬૦ + ૧ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો