________________
મનને બચાવો’ પુસ્તકમાં સ્થિર મન, માનવજીવનું મૂલ્ય, શ્રદ્ધા અને પ્રજ્ઞા, ધર્મવિજ્ઞાન - આ ચાર જાહેર પ્રવચનોની સુંદર છણાવટ કરી છે.
આજે મનુષ્યને તત્ત્વગ્રંથો, ઉપદેશ ગ્રંથો કે ફિલોસોફીના ગ્રંથો કરતાં કથાગ્રંથો વાંચવા વધુ પ્રિય છે. રામાયણની મહાકથા એક એવી મહાકથા છે કે એને વાંચનારા પર એના પ્રભાવો પડ્યા વગર રહે જ નહિ. પ્રિયદર્શને “શ્રી જૈન રામાયણ ગ્રંથાવલિ'ના સાત ભાગ લખ્યા છે. ૧થી ૭ ભાગના નામ – ૧. લંકાપતિ, ૨. અંજના, ૩. અયોધ્યાપતિ, ૪. વનવાસ, ૫. અપહરણ, ૬. લવ-કુશ, ૭. રામનિર્વાણ. પૂ. મહારાજશ્રીએ “રામાયણનું ગુજરાતી ભાષામાં સુંદર આલેખન કર્યું છે. હજારો પ્રશંસકો મુક્તકંઠે એની પ્રશંસા કરે છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીએ લખેલી રામાયણને આધારે પ્રિયદર્શને આ સાત ભાગનું આલેખન કર્યું છે. સં. ૨૦૧૭માં તેઓશ્રીએ ‘રામાયણ' લખવાનો આરંભ કર્યો હતો અને સં. ૨૦૧૭ સુધીમાં સંપૂર્ણ રામાયણ સાત ભાગમાં પ્રકાશિત થઈ ગયું. આ જૈન રમાયણ જૈન-જૈનેતર પ્રજાને ઉચ્ચત્તમ પ્રેરણાનાં પાન કરાવનારી છે. માનવજીવનનાં મહાન આદર્શીનો બોધ કરાવનારી છે.
રાવણના જન્મથી માંડીને યૌવનકાળ પર્વતની અનેક અજાણી વાતો, રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપની અનેક રોમાંચક ઘટનાઓ, હનુમાનના માતા અંજનાસુંદરીનું ભાવપૂર્ણ ચરિત્ર, શ્રી રામના પૂર્વજોનો ભવ્ય ઇતિહાસ, મહારાજા દશરથનો મગધવિજય અને વનવાસની અનેક ઘટનાઓ આ બધું અન્યત્ર અપ્રાપ્ય, જેન રામાયણ ગ્રંથોમાં વિસ્તારથી જાણવા મળે છે.
પૂ.શ્રીના જૈન રામાયણના સાતે ભાગ બાળકોને આદર્શો આપશે, સ્ત્રીઓને સતીત્વનો દિવ્ય સંદેશ આપશે, યુવાનોને નવી જીવનદષ્ટિ આપશે, વૃદ્ધોને માનવજીવનની સફળતાના શિખરો બતાવશે.
‘રામાયણમાં જીવનદૃષ્ટિ પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિજીનું અતિ સુંદર પુસ્તક છે. તેમાં તેઓ જણાવે છે કે રામાયણ એ તો Master key જેવું છે. માતૃભક્તિનો આદર્શ રાવણ પૂરો પાડે છે. રાવણની બીજી દષ્ટિ છે સદાચાર શક્તિ. હનુમાનજીની માતા અંજના પણ રામાયણનું અદ્દભુત પ્રેરણાદાયી પાત્ર છે. અંજનાના જીવનને જોતા એમાંથી જીવન જીવવાની દિવ્યદષ્ટિ પ્રાપ્ત થાય છે. રાવણની રાજનીતિ અધ્યયન કરવા જેવો વિષય છે. ખલ પાત્ર હોવા છતાં એમની પણ વિશેષતાઓ હતી.
પ્રિયદર્શનના ગીતો, સ્તવનો, ચોવીસી, ભક્તિગીતો ખૂબ જ સરળ અને સચોટ હૃદયસ્પર્શી છે. એમના કેટલાક ગીતો તો એવા હૃદયસ્પર્શી છે કે ગાતા ગાતા ભાવવિભોર થઈ જવાય છે. પ્રભુ મારે તારા મારગ જાવું... જો આ મનડું માની જાય આ ગીત કોઈ અલગ ભાવવિશ્વમાં આપણને લઈ જાય છે. પ્રિયદર્શને રચેલ આ ગીત રજૂ કરું છું.
પૂ. આચાર્યશ્રી ભગુપ્તસૂરીશ્વરજી મહારાજ (પ્રિયદર્શન) + ૨૫૯