SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ ગ્રંથ, વિ. સં. ૨૦૩૬માં ભુજમાં કરેલ ચાતુર્માસ દરમિયાન ઉમાસ્વાતિ લિખીત “પ્રશમરતિ ગ્રંથના મૂળ શ્લોક, અર્થ અને વિવેચનનો પહેલો ભાગ પૂ.શ્રીએ પ્રકાશિત કર્યો હતો. પ્રિયદર્શન' પોતે આત્મનિવેદનમાં જણાવે છે કે “પ્રશમરતિ' ગ્રંથ એવો અદ્દભુત ગ્રંથ છે કે વારંવાર એનું અધ્યયન કરવા છતાં ક્યારેય કંટાળો આવતો નથી. સતત આત્મરતિની અનુભૂતિ થયા કરે છે. આત્મભાવમાં સ્થિરતા અનુભવાય છે. સળગતા જીવનમાં શીતળતા અનુભવાય છે.” કહેવાય છે કે “પ્રશમરતિ’ વિવેચનનો પહેલો ભાગ પ્રકાશિત થયા પછી જૈનસંઘમાં આ ગ્રંથનો સ્વાધ્યાય વધ્યો હતો, અધ્યયન વધ્યું હતું. વળી કેટલાક તત્ત્વજિજ્ઞાસુ જૈનેતર ભાઈઓ પણ આ ગ્રંથ તરફ આકર્ષાયા હતા અને સ્વાધ્યાય કરી રહ્યા હતા. જૈન સમાજમાં તીર્થદર્શનનું ખૂબ મહત્ત્વ છે. તીર્થરક્ષા, જીર્ણોદ્ધાર, નવા તીર્થોનું નિમણ એ જૈન સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ સા. ખૂબ દીર્ઘદૃષ્ટા હતા અને માટે જ તેમણે તીર્થ વિષયક પુસ્તકોની પણ રચના કરી. જેમાં “તીર્થયાત્રા અને જય શંખેશ્વરનો સમાવેશ થાય છે. જય શંખેશ્વર' આ પુસ્તકમાં શ્રી શંખેશ્વરજી મહાતીર્થની ઉત્પત્તિ, વિકાસ, જીર્ણોદ્ધાર, ચમત્કારો, સગવડો... વગેરેની માહિતી ટૂંકમાં, ગાઈડના રૂપમાં પ્રકાશિત થઈ છે. પૂ. મહારાજશ્રીએ ટૂંકમાં સરળ-સરસ ભાષામાં પોતાની આગવી શૈલીથી આ પુસ્તક તૈયાર કરી આપી મહાન ઉપકાર કર્યો છે. ( પત્રો એ સંવેદન ઝીલતા અરીસા જેવા છે. વિશ્વસાહિત્યમાં પત્રોને પણ એક આગવું સ્થાન મળ્યું છે, જેમ કે ટાગોરના પત્રો. પત્રવિશ્વ' જેવા પુસ્તકો એ વ્યાવહારિક જગતને લગતું પત્રસાહિત્ય રહ્યું છે. અને આ બધાથી કંઈક અવનવો વિચાર એટલે કે ચેતનાને અને આત્માને લગતું પત્રસાહિત્ય, અને જે સાહિત્ય આપણને પૂ. ભદ્રગુપ્તસૂરિજીએ આપ્યું છે. “તારા સુખને વિખેરી નાખી અને જીવનધર્મ નામના પુસ્તકમાં તેમણે જુદા વિષયોને અનુલક્ષીને પત્રો લખ્યા છે. જીવનધર્મ' નામના પુસ્તકમાં જીવનમાં અનિવાર્ય કહેવાય તેવા રસગુણોનું રોચક વિવેચન કરતા આ પત્રો ચેતનસ્વરૂપ આત્માને લખાયેલા છે. જેમ-જેનેતર સહુના માટે આ ૨૧ ગુણો “જીવનધર્મ બનવા જોઈએ, ગુણવાન આત્મા જ ધાર્મિક અને આધ્યાત્મિક બની શકે. ગુણો વિના ધર્મ નથી, ગુણો વિના અધ્યાત્મ નથી. તે જ રીતે “તારા સુખને વિખેરી નાખ' આ પુસ્તકમાં પૂ. શ્રીએ ખાસ તો યુવાનોને, મુમુક્ષુ સાધકોને અને જિજ્ઞાસુઓને ઉદ્દેશીને લખેલા આ મૂલ્યવાન પત્રો છે. આ પત્રોના વાંચન-મનનથી અશાંત, સંતપ્ત અને મૂંઝાયેલા માનવીને અવશ્ય શાંતિ, સમતા અને માર્ગદર્શન પ્રાપ્ત થશે. “ન મિયતે' પુસ્તકમાં મોતને ઓળખી લઈએ તો જીવનની સંધ્યા શ્યામલ નહીં પણ સોનેરી બની જાય એ હેતુથી જ પૂ. શ્રીએ પત્રો લખ્યા છે. ૨૫૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy