________________
નવલકથાકાર સચોટ, ચેતનવંતા, ટૂંકા અને વ્યક્તિત્વના રંગો સુંદર રીતે રંગાય એવા સંવાદોનું આલેખન કરીને નવલકથાને નાટ્યાત્મક બનાવે છે. જ્યભિખ્ખુની નવલકથાઓમાં ક્યાંક સંવાદો ટૂંકા છતાં સચોટ અને અર્થસભર છે. શાંત, કરુણ અને શૃંગાર રસનું નિરૂપણ ‘ભગવાન ઋષભદેવ’ ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ‘ભરતબાહુબલિમાં સરસ થયું છે. ત્યાં પણ છેવટે તો સર્વોપરી ઉપશમનો શાંત રસ જ બને છે. જયભિખ્ખુની નવલકથાઓમાં ચિંતનનું તત્ત્વ ક્યાંક કલાત્મક રૂપે આપ્યું છે તો ક્યાંક ઉપદેશાત્મક ઢબે. એ કથાવસ્તુમાં એવું કલાત્મક રૂપે વણાઈ ગયું હોય છે કે વાચક ક્યારે ચિંતનના ઊંડા વહેણમાં તણાઈ જાય છે એનો ખ્યાલ પણ આવતો નથી.
યભિખ્ખુનાં મનોસંઘર્ષ અને ભૌગોલિક વર્ણનો ઉલ્લેખનીય બન્યાં છે. આ વર્ણનો એમાંની વિગતસભરતા, સૂક્ષ્મ અવલોકન શક્તિ, સચોટ ચિત્રીકરણના કારણે ગ્રાહ્ય બન્યાં છે. તેમની ભાષાશૈલી સરળ, વિશદ, ગતિશીલ અને ટકોરાબદ્ધ છે. ટૂંકા અને છતાં ધારદાર ચિંતનાત્મક વાક્યો યભિખ્ખુના ગદ્યને સર્જનાત્મક લય બક્ષે છે. જ્યભિખ્ખુ કવિ નથી છતાં તેમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં અલંકારો અને સૂત્રાત્મક વાક્યોની વણજાર તેમની નવલકથાઓમાં જોવા મળે છે. ‘ભગવાન ઋષભદેવ', પ્રેમાવતાર ભાગ ૧-૨' ઇત્યાદિ જયભિખ્ખુની ગદ્યશૈલીના શ્રેષ્ઠ ઉદાહરણો છે.
જયભિખ્ખુ પહેલાં સાહિત્યમાં જૈન કથાઓનો સર્જનાત્મક ઉપયોગ કરવા ત૨ફ કોઈની નજર ગઈ ન હતી. જ્યભિખ્ખુએ સાહિત્યની આ નવી દિશાનાં દ્વાર ખોલી આપ્યાં. આ જ કારણે પંડિત સુખલાલજી જેવા કહે છે, “જૈન કથાસાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની નાની-મોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષે એવા સંસ્કારવાળું કથાસંવિધાન ક૨ના૨ હું જાણું છું ત્યાં સુધી જ્યભિખ્ખુ એક જ છે.” (જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા – ડિસેમ્બર ૧૯૭૦ પાના નં. ૯૧)
સૌ પ્રથમવાર જયભિખ્ખુએ જ જૈન કથાનકોને વ્યાપક સંદર્ભમાં અને વ્યાપક ફ્લક પર ગુજરાતી સાહિત્ય સમક્ષ મૂકી આપ્યાં છે. જ્યભિખ્ખુ જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે ભગવાન ઋષભદેવના ઉપદેશને વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપ૨ તેને મૂકી આપે છે. કથાઓને સાર્વજનીન રૂપ આપ્યું છે. જૈન તત્ત્વજ્ઞાનની ઊંડી અસર જ્યભિખ્ખુના વ્યક્તિત્વ અને વાડ્મય ઉપર હોવા છતાં એ સાંપ્રદાયિક સર્જક નથી બન્યા એ એમની એક ઉચ્ચ કોટિના નવલકથાકાર તરીકેની વિશેષતા છે.
પોતાની ઐતિહાસિક-પૌરાણિક-સામાજિક નવલકથાઓમાં જ્યભિખ્ખુ
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ + ૧૯૧