________________
સંપ્રદાય માન્યો નથી. ધર્મ અને સંપ્રદાયને તેઓ સરિતા અને સરોવર સમાન માને છે. તેઓ કહે છે કે, સંપ્રદાયને પોતાની મર્યાદા હોય છે. જ્યારે ધર્મ મુક્ત પંખીની જેમ સ્વતંત્ર, નભોમંડળની જેમ વિશાળ ને ગંગા-જમનાનાં જલની જેમ સમન્વયકારી છે.”
ધર્મ અને સંપ્રદાય વિશે આટલી મનમાં ચોખવટ કરી લેનાર, સંપ્રદાયમાં સદા જીવવા છતાં સાચા ધર્મથી કદી વિમુખ થતો નથી, વિશ્વની કોઈ વિભૂતિના મુલ્યાંકનમાં કદી પાછો પડતો નથી. તેમણે સંપ્રદાયોએ પ્રભુની પ્રતિમા પર ચડાવેલા શણગારોને દૂર કરી આકરણરહિત પ્રતિમાનાં દર્શન કરવા યત્ન કર્યો, તે સંદર્ભમાં તેઓ કહે છે કે, પ્રતિમાના દર્શન થતાં દષ્ટિને જે લાધ્યું, તેથી તો ક્ષણવારમાં મનને અજબ આકર્ષણ થયું. અરે ! આવી છે. આ વિશ્વતોમુખ વિભૂતિ
અલબત્ત જયભિખ્ખએ જૈન સંપ્રદાયની કથાસામગ્રીનો ટેકણ લાકડી તરીકે ઉપયોગ જરૂર કર્યો છે, પણ એ દ્વારા એમને રજૂઆત તો જૈન ધર્મના પાયાના મૂળભૂત વિશાળ ધર્મતત્ત્વની જ કરવી છે.
જયભિખ્ખું માત્ર સાંપ્રદાયિક સર્જક નથી. એમણે વિવિધ ધર્મના સિદ્ધાંતોને વિષય-કથાનકો લઈને નવલકથાઓ સર્જી છે. ઉદાહરણ રૂપે પ્રેમભક્ત કવિ જયદેવમાં વૈષ્ણવધર્મ, પ્રેમાવતારમાં મહાભારત તથા ભાગવતના ધર્મતત્વને ચિંતનું છે તો દિલ્હીશ્વર, ભાગ્યવિધાતા તથા વિક્રમાદિત્ય હેમુમાં મુસ્લિમ ધર્મનું આલંબન લઈ આલેખન કર્યું છે.
પોતાની ઐતિહાસિક નવલકથાઓમાં જયભિખ્ખએ ઈતિહાસનો વિવેકયુક્ત ઉપયોગ કરી કલાત્મક નવલકથાઓનું સર્જન કર્યું છે. તેમના દરેક સર્જન પાછળ તેમનું કોઈને કોઈ ધ્યેય રહેલું છે, આ વિશે તેઓ કહે છે કે, “માનવ સંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા “ભગવાન ઋષભદેવ’ આપ્યું. આમ મારી ઘણીખરી નવલ કે નવલિકા કોઈ આદર્શ, હેતુ કે ધ્યેય લઈને જન્મી છે. કથયિતવ્ય વગરનું કથન સામાન્ય રીતે મનને રચતું નથી.” (બૂરો દેવળઃ પ્રસ્તાવના: પાનુ પ-૬) પ્રથમ પ્રેમ અને અંતે શ્રેય થવાનું ધ્યેય લઈને આવતી નવલો સર્જકના માંગલ્યવાદી દષ્ટિકોણની પ્રતીતિ કરાવે છે. આ નવલકથાઓ જીવનમાંગલ્યપોષક આલેખન કોઈ એક કાળનું નહીં પણ સાર્વત્રિક – સર્વાશ્લેષી અભિગમથી ચિરંજીવ મૂલ્યોનું દર્શન કરાવે છે. એ ઐતિહાસિક નવલકથાકાર તરીકે જયભિખુની આગવી અને અભ્યાસપાત્ર વિશેષતા છે.
જયભિખ્ખ નવલકથાના આયોજનમાં વિવિધ પ્રકારની પ્રયુક્તિઓ યોજે છે. સંવાદ, પ્રત્યક્ષ કથન, વર્ણન, નાના પાત્ર દ્વારા નવી કથાનું નિરૂપણ, ભાવનાને વેગીલી બનાવવા પદ્યશૈલીનો ઉપયોગ વગેરે પદ્ધતિઓ એમની નવલકથાઓમાં જોવા મળે છે.
સાહિત્યના પ્રકાર રૂપે નવલકથા વર્ણનાત્મક, કથનાત્મક હોય છે. આમ છતાં
૧૯૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો