________________
સામર્થ્યવાન સર્જક માટે કોઈપણ કથાવસ્તુ એક પ્રાથમિક ઘટક તરીકે જ ઉપયોગી થાય છે. સર્જક પોતાની સર્જનશક્તિ દ્વારા એ વસ્તુવિન્યાસની આગવી આભા ઊભી કરે છે અને કૃતિને પુનઃ પુનઃ આસ્વાદવાનું મન થાય તેવી કલાત્મક શૈલીમાં લખે છે. જયભિખ્ખની નવલકથાની વિશેષતાઓ:
ગુજરાતી નવલકથાનો ઇતિહાસ તપાસીએ તો જયભિખ્ખ પહેલાં યોગિની કુમારી’ કે ગુલાબસિંહ' જેવી જૂજ નવલકથાઓ સિવાય ધાર્મિક કથાવસ્તુ નવલકથા રૂપે પ્રગટ થયું હોય તેમ જણાતું નથી. જયભિખુની ત્રીસેક વર્ષના વિશાળ સમયગાળા દરમિયાન લખાયેલી નવલકથાઓ મોટે ભાગે ઐતિહાસિક કથાને વિષય તરીકે પસંદ કરીને રચાઈ છે.
અગિયારમીથી સોળમી સદીના મુગલકાલીન ઇતિહાસના પાત્રોને લઈને તેમણે વિક્રમાદિત્ય-હેમુ, દિલ્હીશ્વર', “ભાગ્યનિર્માણ, ‘ભાગ્ય વિધાતા” અને એ જ સમયના રાજપૂતી ઇતિહાસના આધારે લખાયેલી બૂરો દેવળ” તથા પ્રેમભક્ત કવિ જયદેવ ઐતિહાસિક નવલો છે. પ્રેમનું મંદિર, સંસારસેતુ, નરકેસરી શત્રુ કે અજાતશત્રુ ભાગ ૧-૨', “લોખંડી ખાખનાં ફૂલ ભાગ ૧-૨', “કામવિજેતામાં ઈ. સ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ. ૧00ની આસપાસના સમયનો ઐતિહાસિક યુગ કથાનું કેન્દ્ર બન્યો છે. પ્રાચીનકાળના ઐતિહાસિક પાત્રોને કથાનકોમાં વણી લઈને તેમણે ભગવાન ઋષભદેવ', ચક્રવર્તી ભરતદેવ', ભરત-બાહુબલિ' અને પ્રેમાવતાર ભાગ ૧-૨' જેવી નવલકથાઓ રચી છે. આમ પ્રાચીનકાળથી લઈને મુગલકાલીન સમય સુધીના ઐતિહાસિક જૈન પાત્રોને લઈને નવલકથાઓનું આલેખન કરીને સાંસ્કૃતિક સાહિત્યમાં અનોખું પ્રદાન કર્યું છે. તેમણે જૈનધર્મના કથાવસ્તુવાળી નવલકથાઓમાં કથામાંના મૂળભૂત જીવનમૂલ્યો અને માનવીય પરિબળોનું જ વિશેષ રૂપે નિરૂપણ કર્યું છે.
જૈનધર્મ – સાહિત્ય અને ઇતિહાસ તથા સંસ્કૃત, હિંદી, ગુજરાતી ભાષાનો વિશાળ પરિચય, ઊંડા અભ્યાસી જયભિખ્ખએ જૈન ધર્મના વિવિધ વિષયો-પાત્રોકથાનકો લઈને વિપુલ પ્રમાણમાં નવલકથાઓ, નવલ – ટૂંકીવાર્તાઓ અને અન્ય સાહિત્યની રચના કરી છે. તેથી જ તેમના પર “સાંપ્રદાયિક સર્જનું લેબલ લગાડી દેવામાં આવ્યું છે. જયભિખુને માત્ર જૈનોનાં સાહિત્યકાર, જૈન કથાવસ્તુને લક્ષમાં રાખીને લેખનકાર્ય કરનાર – કંઈક આવા પ્રકારની ઓળખ જ એમને માટે અપાઈ છે. સત્ય હકીકત તો એ છે કે તેઓએ જૈન ધર્મના કથાનકો પસંદ કરીને લેખન કાર્ય કર્યું છે, પરંતુ એ આલેખનોમાં જૈન ધર્મ ક્યાંય સંપ્રદાયના વાડામાં બંધાઈને નિરૂપાયો નથી. તેમાં તેમણે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને લોકગમ્ય રૂપે રજૂ કર્યા છે. આ પાછળ તેમનો આશય ભારતની ભવ્ય ત્યાગપ્રધાન સંસ્કૃતિનું એક તંદુરસ્ત ચિત્ર જનમાનસ સમક્ષ ખડું કરવાનો હતો. જયભિખ્ખએ જૈન ધર્મને કદી
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખુ + ૧૮૯