________________
ત્યારે સુંદરીને જોઈને સ્તબ્ધ બની જાય છે. સુંદરી આત્માની સુંદરતાની વાત કરે છે જે આત્મા અમૂલખ છે. ભારત અને સુંદરી વચ્ચેનો આધ્યાત્મિક વાર્તાલાપ ખૂબ સુપેરે આલેખ્યો છે.
સંયમ માર્ગે પ્રયાણ કરતી સુંદરી ભરતને કહે છે, “સત્કર્મનાં આમ્રવૃક્ષ અધિક મહેનતે ને અતિ જળે પાંગરે છે, ને દુષ્કર્મની વેલ અલ્પ પાણીએ પાંગરે છે; પણ તેથી સત્કર્મ પર અણવિશ્વાસ ન રાખશો. અરિ માટે અસિ નહિ, અંતરનું સ્નેહદ્વાવણ વિશેષ જરૂરી છે.
સત, ચિત ને આનંદ પ્રકરણમાં લેખકે બ્રાહ્મી અને સુંદરીનું બાહુબલિ પાસે આવવું અને
વીરા મારા ગજ થકી હેઠા ઊતરો
ગજ ચડે કેવળ ન હોય” બાહુબલિનો પશ્ચાત્તાપ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિનું વર્ણન લેખકે ખૂબ સુંદર કર્યું છે.
નવલકથાત્રયીમાં પ્રેમ-જ્ઞાન-વૈરાગ્યના મોતી ઘણીવાર કાવ્યાત્મક સ્વરૂપ ધારણ કરતું દેખાય છે. રંગમહેલ, ઉપવન, ભૌગોલિક રચના, યુદ્ધના પરાક્રમો કે પ્રણયના વાર્તાલાપનું વર્ણન લેખકે સુંદર કલાત્મક શૈલીમાં કર્યું છે. પાત્રોને બળવત્તર બનાવવા લેખકે અલંકૃત શૈલીનો પ્રયોગ કર્યો છે. પ્રેમની સિદ્ધિ ત્યાગમાં છે, વિશ્વવિજયમાં નહિ, આત્મવિજય મહત્ત્વનો છે. જયભિખ્ખએ આ નવલકથામાં વિવિધ રંગો પૂરીને જૈન સાહિત્ય જગતમાં નવો સૂર્યોદય કર્યો છે.
ભગવાન ઋષભદેવની કથા આજના વૈજ્ઞાનિકો માટે પણ અભ્યાસ યોગ્ય છે તે સંદર્ભે જયભિખ્ખું પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે, “નૃવંશશાસ્ત્ર, પ્રાણવિદ્યાને વિકાસવર્ધનની સુંદર કથાઓ દસ્તાવેજી રૂપમાં અહીં પડેલી છે, પણ એને શોધવા માટે સહૃદયતા જોઈએ. એક તરફ પલ્યોપમ ને સાગરોપમ પર અશ્રદ્ધા ધરાવનાર ને બીજી તરફ પૂરી શ્રદ્ધાથી પૃથ્વીનું આવરદા પચાસ કરોડ જેટલાં વર્ષનું સ્વીકારનાર, માનવ ઉત્પત્તિની ૧ કરોડ ૨૦ લાખ વર્ષની સમય-કલ્પનાને સ્વીકારનાર, આજના જીવનવિકાસની અવધિ દશ લાખ વર્ષની આંકનારે એટલું સ્વીકારવું જ પડશે કે કોઈક મહાકલ્પના ને મહાગણિત પર જ આ બધું નિર્ભર છે; આપણને પ્રત્યક્ષ તો કંઈ નથી જ, એટલે નવું કે જૂનું બધું વિવેકદૃષ્ટિથી નિહાળવાની જરૂર છે.”
માનવજીવનના આદિકાળથી લઈને આજ સુધી માનવી કેવી રીતે સાચા સુખની પ્રાપ્તિ કરે એ પ્રશ્ન દરેક કાળ-સમય સંદર્ભમાં સર્વસામાન્ય રહ્યો છે. આ કૃતિ માનવીને શાશ્વત સુખની શોધમાં મદદરૂપ થાય છે. આજ ધર્મનું મુખ્ય ધ્યેય છે. સાચું શાશ્વત સુખ માત્ર વિશ્વવિજયથી નહીં પરંતુ આત્મવિજયથી જ મેળવી શકાય છે એવું લેખકે સચોટ રીતે સૂચવ્યું છે.
૧૮૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો