________________
આચારવિચારવાળા એ કેમ થાય ? સંસ્કૃતિનું સૂત્ર સહુને ઐક્યના ભાવે કેમ બાંધે ?” લેખક જયભિખ્ખુ જ શ્રી ઋષભદેવના પાત્ર દ્વારા પોતાના અંતરના ભાવ વ્યક્ત કરતા હોય એવું નવલકથાના સમગ્ર વાંચન દરમિયાન આપણે અનુભવીએ છીએ.
ભગવાન શ્રી ઋષભદેવે ઉપદેશેલા જીવનસંદેશનો જગતમાં પ્રસાર કરતાં એમના બે પુત્રો ભરત અને બાહુબલિની કથાનું બીજા અને ત્રીજા ભાગમાં લેખકે સુંદર આલેખન કર્યું છે. ‘ચક્રવર્તી ભરતદેવની કથામાં સમાજને શ્રમશીલ બનવાની કળા શિખવાડતાં, સંસ્કારી નાગરિક બનવાનો બોધ આપતા ભરતદેવને આલેખ્યા છે. ભરતદેવ છ ખંડને જીતવા નીકળે છે તે સમયના તેમના પરાક્રમો, રણભૂમિ ઇત્યાદિનું વર્ણન કર્યું છે. પૃથ્વીનું માનસચિત્ર’ પ્રકરણમાં લેખક જ્યભિખ્ખુએ ભૂગોળનું વર્ણન કર્યું છે. “આ અર્ધચંદ્રાકાર ભરતક્ષેત્રની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ બંને બાજુ લવણસમુદ્રને સ્પર્શતો દીર્ઘ વૈતાઢ્ય પર્વત આવેલો છે. આ પર્વતથી ભરતક્ષેત્ર ઉત્તર ભરત અને દક્ષિણ ભરત એમ બે ભાગમાં વહેંચાઈ જાય છે.”
“ભરતક્ષેત્રની ઉત્તરમાં પૂર્વથી પશ્ચિમ સુધી પથરાયેલો હિમવાન પર્વત છે અને મધ્ય ભાગમાં વૈતાઢ્ય પર્વત છે. હિમવાન પર્વત પર એક દ્રહ છે, જ્યાંથી સિંધુ અને ગંગા નદી નીકળી છે, જે હિમવાન પર્વતને વીંધતી વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણ સમુદ્રમાં જઈ મળે છે. લવણસમુદ્રથી લઈને હિમવાન પર્વત સુધીની ભરતક્ષેત્રની પહોળાઈ ૫૨૬૧૧ યોજન છે.” (પાનું ૪૪ ચક્રવર્તી ભરતદેવ)
વિનીતા નગરી, લવણ સમુદ્ર, જંબુદ્વીપ, પુષ્કરાર્ધ દ્વીપ ઇત્યાદીનું લેખક જ્યભિખ્ખુએ કરેલું વર્ણન તેમના ભૂગોળના જ્ઞાન માટે માન ઉપજાવે છે.
ચક્રવર્તી ભરત છ ખંડની વિજ્યકૂચ કરે છે તે દરમિયાન મિ-વિનિમ સામે વિજય, મ્લેચ્છ કુલ ૫૨ વિજ્ય, નમિ-વિનમિની પુત્રી સુભદ્રાના લગ્ન ભરત સાથે. ઇત્યાદિ આલેખનો ખૂબ સુંદર રીતે આલેખ્યા છે. છ ખંડનો અધિપતિ ભરતદેવ સંયમ ગ્રહણ કરતાં નમવનિમને અંજિલ રચી પ્રણામ કરી કહે છે, “હું જીતીને હારી ગયો... સંસારમાં જે ત્યાગે છે, તે જ મોટો છે ન કે જે ભોગવે છે તે !” લેખકે ત્યાગને સરળ ભાષામાં સુંદર રીતે જણાવ્યો છે. જ્યભિખ્ખુની રસભરી શૈલીને કારણે નવલત્રયીનો આ મણકો ચક્રવર્તી ભરતદેવ એવો રસપ્રદ બની જાય છે કે વારંવાર રસાસ્વાદ કરવાનું મન થાય છે.
ભગવાન ઋષભદેવના બે વીરપુત્રો ભરત અને બાહુબલિની કથા જૈન સાહિત્યની પ્રચલિત કથા છે. આ કથાનક ઉપરથી શ્રી શાલિભદ્રસૂરિએ આપણા સાહિત્યની પ્રથમ કૃતિ તરીકે પ્રચલિત છે તેવો ‘ભરતેશ્વર બાહુબલિ' નામનો રાસ લખ્યો છે. આ જ કથાવસ્તુને લઈને જ્યભિખ્ખુએ અર્વાચીન યુગને અનુરૂપ નવલકથાનું સર્જન કર્યું છે.
–
આ નલકથામાં સુંદરીના સૌંદર્યનું વર્ણન છે. જેની પાછળ ભરત પાગલ છે પણ જ્યારે ભરત ૬૦ હજાર વર્ષ પછી છ ખંડનો અધિપતિ પાછો આવે છે
જીવનધર્મી સવાઈ સાહિત્યકાર જયભિખ્ખુ + ૧૮૭